રાજસ્થાનનાં બિકાનેર જિલ્લામાં એક ગામ છે વિશાલા. જ્યાંનો એક પરિવાર માટીને સોનું બનાવીને કરે છે વેચાણ. જો કે તમને આ વાત થોડી અટપટી અને આશ્રયચકિત જેવી લાગશે. પરંતુ તમે આ વાત જાણશો તો તમે સંપૂર્ણ રીતે સમજી જશો.
જેમ સોનાના ઝવેરાત મહિલાઓની સુંદરતામાં વધારો કરે છે, તેવી જ રીતે માટીથી બનેલા આ ઝવેરાત પણ મહિલાઓની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ ફરક માત્ર એટલો છે કે જે લોકોમાં સોનાના ઝવેરાત ખરીદવાની આર્થિક સ્થિતિ નથી, તેઓ આવા ઝવેરાત સાથે સુંદરતામાં સુંદરતા ઉમેરી શકે છે.
છેલ્લા 20 વર્ષથી આ આભૂષણો બનાવે છે
માટીના ઘરેણાં બનાવતા પરિવારના સભ્યએ જણાવ્યું કે તેઓ છેલ્લા 20 વર્ષથી આ આભૂષણો બનાવતા આવ્યા છે. આ ઝવેરાત તેઓ ખૂબ ઓછી કિંમતે વેચે છે. તેઓએ જણાવ્યું કે તેઓ મહિલાઓ માટે તમામ પ્રકારના ઝવેરાત બનાવે છે અને જુદા જુદા શહેરોમાં વેચે છે.
માટીના ઝવેરાતની તુલના સોનાના આભૂષણો સાથે કરવી અર્થહીન છે, પરંતુ જે વ્યક્તિ માટીના ઝવેરાત બનાવીને પોતાનો પરિવાર સંભાળે છે, આ ઝવેરાત સોનાથી કંઇ ઓછું નથી.