નવી દિલ્હી: એરબેગ્સ આજે લગભગ તમામ આધુનિક કારમાં હોય છે. કાર કંપનીઓએ સસ્તી કારમાં પણ એરબૅગ્સ વિકલ્પ આપવાનું શરૂ કર્યું છે. કેટલાક લોકો સુરક્ષાના કારણે એરબેગ્સવાળી કાર ખરીદવાનું પસંદ કરે છે. જો તમારી પાસે એરબેગ્સવાળી કાર હોય તો તમારે કેટલીક વસ્તુઓની કાળજી લેવી જોઈએ. ચાલો આપણે જાણીએ કે આ ખાસ વસ્તુઓ વિષે :-
ગાડીમાં ગાર્ડ ન લગાવો
એરબેગ્સવાળી ગાડીઓમાં ટક્કરની જાણ કરનાર સેન્સર આગળની સાઈડ પર લાગેલા હોય છે. કારની ટક્કર થયા બાદ આ સેન્સર જ એરબેગ્સને ખોલે છે. જો ગાડીમાં આગળ ગાર્ડ લગાવવામાં આવ્યું હશે તો સેન્સર યોગ્ય રીતે કામ કરી શકશે નહીં. આને કારણે, એરબેગ્સ ખૂલવામાં સમય લાગી શકે છે અને તે વાહનમાં લોકોનો જીવ મુશ્કેલમાં નાખી શકે છે.
ડેશબોર્ડ પર પગ ન રાખો
એરબેગ્સવાળી કર્મ ડૅશબોર્ડ પર પગ રાખવા ન જોઈએ. કેટલીકવાર, એરબેગ્સ એક નાના અથડામણ પર જ ખુલ્લી જતી હોય છે. આવી પરિસ્થિતિમાં, જો કોઈ વ્યક્તિનો પગ ડેશબોર્ડ પર હોય તો તે ગંભીર રીતે નુકસાન કરી શકે છે. ઘણીવાર એરબેગ્સ ખુલવા પર મુસાફરોના પગ તૂટવાની ઘટના પણ સામે આવી છે.
સ્ટિયરીંગની એકદમ નજીક બેસવું નહીં
ડ્રાઇવર સાઈડની એરબેગ્સ સ્ટ્રિયરિંગ વ્હીલમાં લગાવવામાં આવે છે. કેટલાક લોકો સ્ટિયરીંગ વ્હીલની એકદમ નજીક બેસીને વાહન ચલાવે છે. આ કિસ્સામાં, જો એરબેગ ખુલે છે તો ડ્રાઇવરને નુકસાન થઈ શકે છે. તેથી સ્ટિયરીંગ વ્હીલથી થોડું દૂર બેસીને ડ્રાઇવ કરવું જોઈએ.
સીટ બેલ્ટ જરૂરથી બાંધો
ડ્રાઇવિંગ કરતી વખતે હંમેશા સીટબેલ્ટનો ઉપયોગ કરો. ઘણી કારમાં એરબેગ્સનું સીટ બેલ્ટ્સ સાથે ટેસ્ટિંગ કરવામાં આવે છે. આવા કિસ્સામાં, જો કાર રાઇડર્સ સીટ બેલ્ટ્સ ન પહેરતા હોય, તો એરબેગ્સ ખુલતા નથી. તેથી હંમેશા સીટબેલ્ટ પહેરીને મુસાફરી કરો.
સીટ કવર ન લગાવો
ઘણી આધુનિક કારમાં સાઇડ એરબેગ્સ આપવામાં આવે છે. તમારે આ એરબેગ્સ માટે ખાસ કાળજી લેવી જોઈએ. મોટાભાગની કારમાં સાઈડ એરબેગ્સ સીટની અંદર પૂરી પાડવામાં આવે છે અને તેમના સીટ કવર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હોય કે એરબેગ્સ આસાનીથી ખુલી જાય. એવામાં જો સીટ કવર લગાવવામાં આવે તો એરબેગ્સ ખૂલવામાં મુશ્કેલી ઊભી થઇ શકે છે. તેથી સાઈડ એરબેગ્સવાળી કારમાં સીટ કવરો ન લગાવો.
ડેશબોર્ડ પર એક્સેસરીઝ રાખશો નહીં
ડેશબોર્ડ પર ફોટો ફ્રેમ, ઘડિયાળ અથવા અન્ય વસ્તુઓ રાખવી જોખમી નીવડી શકે છે. એરબેગ્સ ડેશબોર્ડ તોડી નાખે છે, ખૂબ જ ઝડપી ખુલ્લે છે. આવી સ્થિતિમાં, ડૅશબોર્ડ પર કોઈ વસ્તુ હોય તો, તે મુસાફરો તરફ ખૂબ જ ઝડપથી જશે. આવા કિસ્સામાં, મુસાફરોને ઈજા થવાની સંભાવના વધારે રહે છે.