સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ કમ્પાર્ટમેન્ટ પરીક્ષા માટે ડેટશીટ જાહેર કરી છે. આવી સ્થિતિમાં જે વિદ્યાર્થીઓ CBSE 10-12 ની પરીક્ષામાં નાપાસ થયા છે અને કમ્પાર્ટમેન્ટ પરીક્ષા માટે અરજી કરી છે, તેઓ CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જઈને સમયપત્રક ચકાસી શકે છે. બંને વર્ગોની પરીક્ષા 23મી ઓગસ્ટથી શરૂ થઈ રહી છે.
CBSE દ્વારા જાહેર કરવામાં આવેલા ટાઈમ ટેબલ મુજબ 10મી અને 12મીની કમ્પાર્ટમેન્ટ પરીક્ષા 23 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. બંને વર્ગોની કમ્પાર્ટમેન્ટ પરીક્ષા 23મી ઓગસ્ટથી શરૂ થશે અને 29મી ઓગસ્ટ સુધી ચાલશે. CBSE કમ્પાર્ટમેન્ટ પરીક્ષા પ્રથમ પાળીમાં લેવામાં આવશે. પરીક્ષા સવારે 10.30 થી બપોરે 12.30 (2 કલાકની અવધિ) દરમિયાન લેવામાં આવશે. વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવશે.
પરીક્ષાઓ કોરોના નિયમો હેઠળ લેવામાં આવી રહી છે, જેમાં વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવું, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો, સામાજિક અંતરનું પાલન કરવું અને એડમિટ કાર્ડ પર આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરવું શામેલ છે. તમને જણાવી દઈએ કે CBSE ધોરણ 10, 12નું પરિણામ 22 જુલાઈ 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12નું પરિણામ 92.71% અને ધોરણ 10નું પરિણામ 94.40% આવ્યું છે.