રાજય સરકારના મહત્વાકાંક્ષી સીસીટીવી પ્રોજેકટનો આજથી જુદા જુદા શહેરમાં અમલ શરૂ થવા જઇ રહ્યો છે. જામનગર શહેરમાં જિલ્લા પોલીસવડા કચેરી પાછળ અલાયદો સીસીટીવી કેમેરા પ્રોજેક્ટને લગતો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. શહેરના ધોરીમાર્ગ પરના જાહેર પ્રવેશદ્વાર અને બંન્ને તરફના રસ્તાઓ ઉપરાંત અન્ય જાહેર માર્ગો પર સીસીટીવી લગાવી મોનીટરીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાઇ રીઝલ્યુશન ધરાવતા સીસીટીવીની મદદથી પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સંપુર્ણ કંટ્રોલ મેળવશે. તેવી આશા રાખવામાં આવી રહી છે.
Sunday, May 19