નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામના ગલતી ફળીયામાં બે દિવસ પહેલા અચાનકજ કમોસમી વરસાદના છાટા પીળા કલરના પડતા આજુબાજુના મકાનોના છાપરે તેમજ કેળના ઝાડ ઉપર પીળા કલરના છાંટા દેખાતા આ આદિવાસીઓમાં કુતુહલ ફેલાયું હતું અને ગ્રામજનો એ પીળા કલરના વરસાદના છાંટા ના કપાળ પર ચાંદલા પણ કર્યા હતા ગ્રામજનોના જણાવ્યા મુજબ આ નર્મદા મૈયાની કૃપા છે નર્મદાના જંગલ વિસ્તારમાં ચંદનનો વરસાદ થયો છે.
આમતો આ અંધ શ્રઘ્ધા જેવું લાગે છે આ વિસ્તારની સામે પાર નર્મદા નદીમાં એશિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ ચાલે છે ત્યાં કામ કરતા કોઈ પીળા કલરનું કેમિકલ પણ ઉડ્યું હોઈ શકે છે જો નિષ્ણાત અધિકારીઓની ટુકડી આ વિસ્તારની મુલાકાત લઈને આ જગ્યાના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ કરાવે તો સત્ય હકીકત સામે આવે તેમ છે અને અંધ શ્રદ્ધાને વેગના મળે