લગભગ બે દાયકાથી ભારતીય પોલીસની આંખોમાં ધૂળ નાખી ફરાર થયેલા અંડરવર્લ્ડ ડોન છોટા રાજન નકલી પાસપોર્ટ કેસમાં આજકાલ તીહાર જેલની હવા ખાઈ રહ્યો છે.નકલી પાસપોર્ટ કેસમાં છોટા રાજનને 7 વર્ષની સજા થઈ છે. ક્યારેક દાઉદ ઇબ્રાહીમની પનાહમાં રહેનાર છોટા રાજન આજે તેનો જાની દુશ્મન બન્યો છે. મુંબઇ હુમલાઓ બાદ છોટા રાજન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમથી અલગ થતા દાઉદ નારાજ થયો છે.છોટા રાજનને સતત મરાવવાની કોશીશમાં રહે છે દાઉદ પરંતુ સફળ થઈ શક્યોનથી. એનું કારણ એ છે કે છોટા રાજન સરળતાથી ગિરફ્તાર થઈ ગયો છે અને હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ છે.
25 ઓક્ટોબર, 2015માં ઇન્ડોનેશિયાના બાલીમાં છોટા રાજનની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓપરેશન સીબીઆઈ, ઇન્ટેલીજન્સ યુનિટ, મુંબઈ ક્રાઇમ બ્રાંચ, ઑસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાની પોલીસ સાથે ઇન્ટરપોલના સફળ કોઓર્ડિનેશન દ્વારા સફળ થઈ શક્યું હતુ. ત્યાર બાદ તેને ભારત લાવી તીહાર જેલમાં બંધ કરી દીધો હતો, ત્યારબાદ દાઉદને જેલમાં જ મારવાની કોશિશ થઈ હતી. તાજેતરમાં જ દિલ્હીના ગેંગસ્ટર નીરજ બવાના દ્વારા તે તેને જેલમાં મારવા માટે યોજના કરવામાં આવી હતી.
તેની પહેલાં કે યોજના અમલી જામા પહેરે તેની યોજના લીક થઈ ગઈ.ગુપ્તચર એજન્સીઓની ચેતવણીને પગલે છોટા રાજનની સલામતી વધારી દેવામાં અાવી.ડી કંપનીના સાગરીતો અને નીરજ બવાનાના અેક સાથીદારની વાતચીતને સુરક્ષા એજન્સીઓએ ઇન્ટરસેપ્ટ કરી લીધી હતી.આનાથી જાણ થઈ હતી કે .ડી કંપની છોટા રાજનને મારવા માંગે છો.છોટા રાજનને અલગ બરાકમાં રાખવામાં આવ્યો. નીરજ બવાનાના સાગરીતોના ષડયંત્રથી ઘટનાને અંજામ અાપવામાં અાપવાનો હતો.
ભારત આવ્યા પહેલાં વિદેશમાં પણ દાઉદ અને છોટા રાજન ગેંગ વચ્ચે ઘણી વખત અથડામણ થઈ હતી. જાનલેવા હુમલાઓના સમાચાર પણ આવ્યા, પરંતુ પોલીસ અને દાઉદની નજરથી બચાવી રહ્યાં હતા હંમેશાં વીઆઈપી દ્વારા કોલ કરનાર છોટા રાજને 24 ઑક્ટોબર, 2015ના રોજ વોટસએપ દ્વારા તેના એક શુભચિંતકને ફોન કર્યો, જે સુરક્ષા એજન્સીઓ દ્વારા ટેપ થયો. ફોન પર છોટા રાજને જણાવ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા સુરક્ષિત નથી ખૂબ જ ઝડપથી અહીંથી નીકળી જશે
ભારતમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પછી મોટા ગેંગસ્ટરોમાં બીજા નંબર પર રાજનનું જ નામ આવે છે. તે લાંબા સમય સુધી ડીકંપની સાથે કામ કરતો રહ્યો છે પરંતુ બાબરી કાંડ પછી 1993માં મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં રાઝનને હચમચાવી મુક્યો, જ્યારે તેને ખબર પડી કે આ કાંડમાં દાઉદનો હાથ છે, ત્યારે તે તેનો દુશ્મન બની ગયો. તેમણે પોતાની જાતને દાઉદથી અલગ કરીને નવી ગેંગ બનાવી. બન્ને એક-બીજાના જાની-દુશ્મન બની બેઠા.
મુંબઇ બ્લાસ્ટ પછી દાઉદ અને રાજને ભારત છોડી દીધું. આ દરમિયાન બંને એકબીજાને હરાવવાની યોજના બનાવી રહ્યા હતા દાઉદે છોટા રાજન પર ઘણી વખત જાનલેવા હુમલો કર્યો, પરંતુ તે બચી ગયો. રાજન પર હુમલાની મોટી સાજીસ દુબઈના ખાસ શૂટર શરદ શેટ્ટીના ઘરમાં રચવામાં અાવી હતી. વર્ષ 2000માં પિઝા ડિલીવરી બૉય બની દાઊદના લોકોએ બેંગકોકની હોટેલમાં રાજન પર હુમલો કર્યો.
છોટા રાજન પર અનેક રાઉન્ડ ફાઇરિંગ કરવામાં અાવ્યુ, પરંતુ તે ત્યાંથી બચી ગયો કહેવાય છે કે છોટા રાજનને બચાવવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓનો પણ હાથ છે. જો કે,રાજને આ બાબતનો ઇન્કાર કર્યો હતો.બેંગકોકમાં થયેલા હુમલાનો છોટા રાજને બદલો લીધો. તેમનો હવલાનો વ્યવસાય સંભાળનાર તેના ભાઈ રવી અને વિમલે 2003માં દુબઇની એક ક્લબમાં છોટા શકીલના ખાસ શરદ શેટ્ટીની હત્યા કરી હતી.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.