કોરોના વાયરસ જીવલેણ છે. વારંવાર લોકોને સાવધાન કરવામાં આવી રહ્યા છે. દેશભરમાં લોકો લોક-ડાઉનનું પાલન કરી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ પાંચ-પાંચસોની નોટોથી નાક લુછી રહ્યો છે. આ વ્યક્તિનું કહેવું છે કે કોરોના વાયરસ અલ્લાહનો શ્રાપ છે. આ વ્યક્તિ પર કાર્યવાહી કરતી પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. ટ્વીટર પર પોસ્ટ થયેલા આ વીડિયોની સાથે લખ્યું છે, આ વ્યક્તિ કોરોના સંક્રમિત હોઈ શકે છે. આ નોટોથી પોતાનું નાક લુછી રહ્યો છે. નાક લુછી અને થુકીને આ નોટોને પણ સંક્રમિત કરી શકે છે. વીડિયોમાં હાજર વ્યક્તિ પોતે પણ આવો ઈશારો કરી રહ્યો છે. મહારાષ્ટ્રના નાસિક નિવાસી આ વ્યક્તિ વિરૂદ્ધ હવે પોલિસે કાર્યવાહી કરી છે. વીડિયોમાં આ વ્યક્તિ નોટોથી પોતાનું નાક લુછતા કહી રહ્યો છે, ‘કોરોના જેવી બીમારીનો કોઈ ઈલાજ નથી. આ બિમારી નથી. આ અલ્લાહનો શ્રાપ છે, તમારા માટે. આ વીડિયો પર નાસિક ગ્રામીણ પોલીસે ટ્વીટ કરી કહ્યું છે, આરોપીના વિરૂદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે.’
Sunday, May 12