નવી દિલ્હી : કોરોના સંકટ દરમિયાન સોનાની આયાતમાં મોટો ઘટાડો થયો છે. નવીનતમ આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2020-21 ના પ્રથમ બે મહિનામાં – એપ્રિલ અને મે મહિનામાં, સોનાની આયાત ઘટીને 7.914 કરોડ ડોલરની થઈ ગઈ છે. આનો અર્થ એ છે કે એપ્રિલ અને મે મહિના બે મહિનામાં સોનાની માંગમાં ઘટાડો થયો છે.
2019-20ના સમાન ગાળામાં સોનાની આયાત 8.75 અબજ ડોલર હતી. એપ્રિલ-મે 2020 માં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 82.46 ટકા ઘટીને 1.1 અબજ ડોલર થઈ છે. એ જ રીતે, 2020-21ના પ્રથમ બે મહિનામાં ચાંદીની આયાત પણ 30.7 ટકા ઘટીને. 43.789 કરોડ ડોલર રહી છે.