ટેટ્રાગોન્યુલા મધમાખીઓનો મધપૂડો 3D જેવો દેખાય છે. આ મધમાખીઓ મેથેમેટિકલ બ્લૂપ્રિન્ટને ફોલો કરે છે. તેની ખાસ પેટર્ન હોય છે અને તેનો આકાર ગોળ હોય છે. આ રિસર્ચ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટી અને સ્પેનની ગ્રેનાડા યુનિવર્સિટીના સંશોધકોએ મળીને કર્યું છે. આવો સુંદર મધપૂડો બનાવનારી મધમાખીઓ ડંખ મારતી નથી. ટેટ્રાગોન્યુલા મધમાખીઓ તેમનો મધપૂડો ચાર આકારમાં બનાવે છે, પ્રથમ વર્તુળ, બીજો બુલ્સ-આઈનો આકાર, ત્રીજો ડબલ સ્પાઈરલ અને ચોથો આકાર પગથિયાવાળા ખેતર જેવો હોય છે. દરેક ખાડામાં મધમાખીઓ તેમના ઈંડાં મૂકે છે. ત્યારબાદ તેને બંધ કરી દે છે જેથી તેની ઉપર વધારે એક બાલ્કનીની રચના કરી શકાય.
Monday, May 20