વલસાડમાં ગ્રામ પંચાયતની સૌથી ઉત્સુકતા સભર ભાગડાવાડા ગામ માં આખરે ધર્મેશ પટેલનો વિજય થતા તેઓના સમર્થકોમાં ભારે જીતના જશ્ન નો માહોલ જોવા મળી રહ્યો છે. 15,000ની વસ્તી ધરાવતા અને કુલ 10,200 મતદારો ધરાવતા આ ગામમાં ચાલુ વર્ષે ચૂંટણીમાં ત્રણ પેનલ પ્રતિષ્ઠિત ઉમેદવારો ની પેનલ ઉભી રહેતા ભાગડાવડા ગામ ની ચૂંટણી ભારે રસાકસી અને ઉત્સુકતા સભર બની હતી
ભાગડાવડા ગામ માં હાલના ડેપ્યુટી સરપંચ ગૌરવ આહીર સરપંચ તરીકે પેનલ સાથે ઉભા રહ્યા હતા. જ્યારે તેઓની સામે હાલના સરપંચના પતિ નરેશભાઈ પટેલ અને અગાઉ 10 વર્ષ સુધી સરપંચ તરીકે રહી ચૂકેલા ધર્મેશ પટેલે પણ પોતાની પેનલ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરતા ત્રણેય પેનલના સરપંચ પદના ઉમેદવારો મજબૂત દાવેદારી નોંધાવતા હોય ચૂંટણી ભારે રસપ્રદ બની હતી અને પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી હતી, આખરે 16 વોર્ડ ધરાવતા ભાગડાવાડા ગ્રામ પંચાયત માં સરપંચ પદે ધર્મેશ પટેલની જીત થતા તેઓ ના સમર્થકો માં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે અને જીત નો જશ્ન જોવા મળ્યો હતો.
વલસાડ જિલ્લા માં સવાર થી છ તાલુકા મથકો ઉપર મતગણતરી ચાલી રહી છે આજે મંગળવારે સવારથીજ દરેક કાઉન્ટિંગ સેન્ટરો ઉપર ગણતરીની કામગીરી માટે 700 જેટલા કર્મચારીઓને ફરજ બજાવી રહ્યા છે. ઉપરાંત વિજેતા ઉમોદવારોમાં જીતનો જશ્ન ચાલી રહ્યો છે, તો ક્યાંક હારી જવાથી દુઃખનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે વલસાડ માં ભાગડાવડા ગ્રામ પંચાયતના પરિણામો ઉપર જ્યાં સૌની મીટ અને ઉત્સુકતા હતી તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યું છે અને આખરે ધર્મેશ પટેલનો ભવ્ય વિજય થતા સમર્થકો માં જીત ની ખુશી જોવા મળી રહી છે.