જામનગર જિલ્લાના ધ્રોલમાં જીનિયસ ઇન્ટરનેશનલ નામની પ્રિન્ટિંગ પેઢી ચલાવતા મિલનભાઈ જમનભાઈ ચનિયારા નામના વેપારીએ ધ્રોલ પોલીસ મથકમાં પોતાની સાથે રૂપિયા સાડા છ લાખની ઠગાઈ કરવા અંગે નવસારીના રવિભાઈ પટેલ અને મુંબઈના પ્રકાશભાઈ પરિહાર સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી એ થોડા સમય પહેલા ગૂગલમાં માં સર્ચ કરીને પ્રિન્ટીંગ પ્રેસ માટે જરૂરી કાગળ મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો જેમાં કાગળો માટે નવસારીના રવિભાઈ પટેલનું નામ અને નંબર મળ્યા હતા જેનો સંપર્ક કરતા રવિભાઈ એ કાગળ આપવાના બહાને સૌપ્રથમ નવસારી બોલાવ્યા હતા ત્યાર પછી તેને મુંબઈમાં રહેતા પ્રકાશભાઈ પરિહાર સાથે મુલાકાત કરાવી હતી અને ગત ૨૬મી નવેમ્બરે મુંબઈ પહોંચ્યા હતા.
જ્યાં કાગળ નો જથ્થો મંગાવવા માટે થઈને મુંબઈની પાર્ટીએ ૫૦% રકમ લેખે સાડા છ લાખની રોકડની માગણી કરી હતી. પરંતુ ધ્રોલના વેપારીએ તે રકમ આરટીજીએસ મારફતે આઇસીઆઇસીઆઇ બેંક માંથી ટ્રાન્સફર કરી હતી. પરંતુ મુંબઈના વેપારીએ રકમ ટ્રાન્સફર થઈ ગયા પછી કાગળનો જથ્થો સપ્લાય કર્યો ન હતો.
જેથી ધ્રોલ ના વેપારી પરત આવી ગયા હતા અને તેમણે તુરત જ બેંકમાં જઇ પેમેન્ટ સ્ટોપ કરાવ્યું હતું અને ધ્રોલ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તપાસ કર્યા પછી ગુનો દાખલ કર્યો છે. જ્યારે બેંકમાં સ્ટોપ પેમેન્ટ કરાવી દેતા હાલમાં સાડા છ લાખની રકમ આરોપી પ્રકાશ પરિહારના ખાતામા ફ્રીજ થયેલી પડી છે. અને ધ્રોલ પોલીસની ટીમ ફરિયાદીને સાથે રાખીને બંને આરોપીઓને પકડવા માટે નવસારી તેમજ મુંબઈ તરફ રવાના થઇ રહી છે.