નવી દિલ્હી : ડિસ્ક થ્રો એથલીટ સંદિપ કુમારીને ડોપિંગ પરીક્ષણમાં નિષ્ફળ જવા બદલ ડબ્લ્યુએડીએ (વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી) ના એથ્લેટિક્સ ઇન્ટિગ્રેટી યુનિટ દ્વારા ચાર વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લગભગ બે વર્ષ પહેલાં, રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળા (એનડીટીએલ) ને તેના નમૂનો સાચો મળ્યો હતો. એનડીટીએલ પ્રતિબંધિત પદાર્થ – સ્ટીરોઇડને શોધવામાં નિષ્ફળ ગઈ હતી. જે તેના નમૂનામાં હાજર હતો.
ગુવાહાટીમાં જૂન 2018 માં રાષ્ટ્રીય આંતરરાજ્ય ચેમ્પિયનશિપ દરમિયાન નાડા અધિકારીઓ દ્વારા આ નમૂના લેવામાં આવ્યા હતા. કુમારીએ 58.41 મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નાડાના કેનેડાની મોન્ટ્રીયલ લેબોરેટરીમાં સંદીપ કુમારીના નમૂનાનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું અને નવેમ્બર 2018 માં તે એનાબોલિક સ્ટીરોઇડ મેટાનોલોન માટેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
26 જૂન 2018 થી 21 નવેમ્બર 2018 સુધી હરિયાણાની રમતવીર સંદીપ કુમારીના પરિણામો રદ કરવામાં આવશે. શુક્રવારે રાત્રે નાડાએ જાહેરાત કરી હતી કે તેમના ચાર વર્ષીય પ્રતિબંધ 26 જૂન 2018 થી શરૂ થશે, જે દિવસે તેના નમૂના લેવામાં આવ્યા હતા.