જો તમે પમ કારમાંપ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને રાખો છો તો જરા ચેતી જાઓ…
આપણામાંંથી અનેક લોકો પોતાની કારમાં પાણીની બોટલને સાથે રાખવાની આદત ધરાવે છે. સાાથે જ આપણામાંના મોટાભાગના લોકો પ્લાસ્ટિકની બોટલ વાપરતા હોય છે. પણ શું તમે જાણો છો કે આવું કરવું કેટલું ખતરનાક હોઇ શકે છે. એક ભૂલ અને સળગી જશે તમારી કાર
તમે પણ વિચારતા હશો કે એક બોટલથી કઇ રીતે કારમાંં આગ લાગી શકે અમેરિકાના ઇડાહોમાં રહેનારા એક વ્યક્તિની સાથે આવી જ એક ઘટના બની છે અને તે સોશિયલ સાઇટ્સ પર વાયરલ થઇ રહી છે. આ વ્યક્તિએ ગાડીમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને રહેવા દીધું હતું. કારને તડકામાં પાર્ક કર્યા બાદ તે વ્યક્તિ વ્યસ્ત થઇ ગયો. જ્યારે તેણે પાછા આવીને ગાડી ખોલીને જોયું તો કારની સીટથી ધુમાડો નીકળી રહ્યો હતો. જેમ કે આપણે સૌ જાણીએ છીએ તેમ મેગ્નીફાંઇગ ગ્લાસથી પસાર થતી રોશનીથી પણ આગ લાગી શકે છે. આ જ રીતે પ્લાસ્ટીકની બોટલથી પણ સૂરજની રોશની પસાર થાય છે અને કારની સીટ પર પડી હતી. એક સમય બાદ તે એટલી વધી ગઇ કે કારની સીટમાંં આગ લાગી. વ્યક્તિ પાછો આવી ગયો અને દુર્ઘટના ટળી ગઇ.