નવી દિલ્હીઃ આઈપીઓમાં રોકાણ કરવા માંગતા હોય એવા રોકાણકારો માટે વધુ એક તક આવી છે. આજે સોમવારે આઠ માર્ચે ઑનલાઇન ટ્રાવેલ બુકિંગ વેબસાઇટ ઈઝી માય ટ્રીપનો IPO ખુલ્યો છે. આ વર્ષનો આ 10મો આઈપીઓ છે. નાણાકીય વર્ષ 2021નો અંતિમ મહિનો રોકાણકારો માટે કમાણીના અનેક મોકા લાવ્યો છે. તાજેતરમાં આવેલા આઈપીઓને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
ઇઝીમાયટ્રીપનું લિસ્ટિંગ BSE અને NSE બંને પર થશે. કંપનીના પ્રમોટર્સ 250 કરોડ રૂપિયા ઑફર ફૉર સેલ કરી રહ્યા છે. આઈપીઓનો એક લોટ 80 શેરનો છે. આ IPO 10મી માર્ચ સુધી ભરી શકાશે. આ સાથે જ ઇઝીમાયટ્રીપ આઈપીઓ લાવનારી દેશની પ્રથમ ઑનલાઇન પેઢી બની જશે. તો જાણીએ ઇઝીમાયટ્રીપના આઈપીઓ વિશે
ઇઝીમાયટ્રીપનો IPO અંગે તમામ વિગત
– ઑનલાઇન ટ્રાવેલ એજન્સી ઇઝીમાયટ્રીપનો IPO અંગે વધારે આજથી એ8 માર્ચ) ખુલ્યો છે.
– રોકાણકારો માટે IPO ભરવા માટે 10 માર્ચ, 2021 સુધીનો સમય છે.
– એન્કર બુકિંગ માટે પાંચમી માર્ચના રોજ એક દિવસ માટે ખોલવામાં આવ્યો હતો.
– કંપની 510 કરોડ રૂપિયા એકઠા કરવા માટે IPO લાવી છે.
– ઇશ્યૂ પ્રાઇસ બેન્ડ 186-187 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
– ઈઝી ટ્રીપ પ્લાનર્સ સંપૂર્ણ રીતે ઑફર-ફૉર-સેલ (OFS) છે. જ્યાં પ્રમોટર્સ નિશાંત પિટ્ટી અને રીકાંત પિટ્ટી 255 કરોડ રૂપિયાના શેર વેચશે.
– રોકાણકાર ઓછામાં ઓછા 80 શેર માટે બોલી લગાવી શકે છે.
– રોકાણકારોએ હાઇ પ્રાઇસ બેન્ડમાં એક લોટ માટે ઓછામાં ઓછા 14,960 રૂપિયાની બોલી લગાવવી પડશે.
– નેટ આઉટપુટનો 75 ટકા હિસ્સો (382.50 કરોડ રૂપિયા) QIB માટે અનામત રાખવામાં આવ્યો છે. જ્યારે બાકીનો 51 કરોડનો હિસ્સો રિટેલ રોકાણકારો માટે અલગ રખાયો છે.
ઉલ્લેખનીય છે કે 2020માં પૂરા થયેલા 9 મહિના દરમિયાન ઈઝી માય ટ્રીપની ગ્રૉસ બુકિંગ રેવન્યૂ 62 ટકા ઘટીને 1220.7 કરોડ રૂપિયા રહી ગઈ છે, જે ગત વર્ષે 3179.8 કરોડ રૂપિયા હતી. આ દરમિયાન બુકિંગ વોલ્યૂમ પણ 40.5 ટકાથી ઘટીને 17.70 લાખ રહી ગયું છે. સેબીને આપેલા દસ્તાવેજ પ્રમાણે ડિસેમ્બર સુધી નવ મહિનામાં EaseMyTripની આવક 81.7 કરોડ રૂપિયા અને નેટ પ્રૉફિટ 31 કરોડ રૂપિયા હતો. જ્યારે માર્ચ 2020ના રોજ નાણાકીય વર્ષમાં કંપનીની આવક 180 કરોડ રૂપિયા અને નેટ પ્રૉફિટ 35 કરોડ રૂપિયા હતો.