અમદાવાદ શહેરની બરાબર મધ્યમાં આવેલી વિધાનસભાની અ બેઠક પર છેલ્લા વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે અગાઉ સ્વ બાબુભાઈ વાસણવાળા જેવા પ્રમાણિક ઉમેદવારો આ બેઠક પરથી વિજેતા બની ચુક્યા છે હાલ અ બેઠક પરથી વિજેતા બની ચુક્યા છે હાલ અ બેઠક ઉપર ભાજપના રાકેશ શાહ ધારાસભ્ય છે એ કોંગ્રેસના કમલેશ શાહને ૫૬૬૨૨ મતથી હરાવીને વિજેતા બન્યા હતા જે હાલ લઘુમતી એવા જૈન સમાજના અગ્રણી છે
રાકેશ શાહની અગાઉ અહી ભાવિન શેઠ અને તે પૂર્વે સ્વ.હરેન પંડ્યા અહી ધારાસભ્યનું સ્થાન ભોગવી ચુક્યા છે અ વખતે અ બેઠક પર હરેન પંડ્યાના પત્ની જાગૃતિબેન પંડ્યા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે અને ભાજપ દ્વારા તેમની દાવેદારીને મંજૂર કરવામાં આવે તેવી તકો ઘણી જ ઉપજી છે
સામાન્ય રીતે અ વિસ્તારમાં બ્રાહ્મણ મતોની બહુમતીની સાથે સાથે જૈન, પટેલ, દલિત તથા મુસ્લિમ મતદારોની સંક્યા લગભગ સરખી છે અ પોશ વિસ્તારમાં પૂર્વ મેયર અમિત શાહે પણ ટીકીટ માટે દાવેદારી કરેલી છે જોકે કોંગ્રેસ અ બેઠક પર છેલ્લી ઘણા વર્ષોથી સતત પરાજય મેળવ્યો છે તેથી કોંગ્રેસ દ્વારા અ વખતે કોઇપણ સંજોગોમાં અ બેઠક કબજે કરવા તમામ પ્રકારની રણનીતિ અપનાવશે પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ તો છેલ્લા બે વર્ષથી અ બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાની પ્રવૃતિઓ શરુ કરી દીધી છે પરંતુ હવે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા કોની પર ટીકીટનો કળશ ઢોળવામાં આવે છે તેની તમામ ની નજર હાલ ટકેલી છે