- વ્હીકલમાંથી એક્ઝોસ્ટ (હવામાં ફેલાતા) થતાં પોલ્યુટન્ટ્સથી AMD થવાનું જોખમ
- AMD એક ન્યૂરોજનરેટિવ કન્ડિશન છે તે રેટિનાનાં મિડલ ભાગ મક્યુલા પર અસર કરે છે
- કાર્બનડાયોક્સાઈડ CO2નું લેવલ 297.1 ppmથી વધારે હોય છે તે લોકોમાં AMD થવાનું જોખમ 84% હોય છે
હેલ્થ ડેસ્ક: વ્હીકલમાંથી એક્ઝોસ્ટ (હવામાં ફેલાતા) થતાં પોલ્યુટન્ટ્સ આંખોને નુક્સાન પહોંચાડે છે. ‘ઈન્વેસ્ટિગેટિલ મેડિસીન’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં આ વાત સાબિત થઈ છે. પોલ્યુટન્ટ્સથી એજ રિલેટેડ મક્યલર ડિજનરેશન (AMD)થવાનું જોખમ રહેલું છે. 50 કે તેથી વધુ ઉંમરના લોકોને AMD થવાનું જોખમ વધારે હોય છે.
AMD એક ન્યૂરોજનરેટિવ કન્ડિશન છે તે રેટિનાનાં મિડલ ભાગ મક્યુલા પર અસર કરે છે. તે નબળી દૃષ્ટિનું મૂળભુત કારણ છે. તેનું કારણ પર્યાવરણમાં ફેલાતું પ્રદૂષણ અને જિનેટીક હોઈ શકે છે.
તાઈવાનના રિસર્ચર્સે વર્ષ 1998થી 2010 સુધીના ડેટા કલેક્ટ કરીને પ્રદુષિત હવાના સંપર્ક અને AMDના સંબંધ પર રિસર્ચ કર્યું હતું.
આ રિસર્ચમાં અર્બન એરિયામાં રહેતા 50થી વધારે ઉંમરના 39,819 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ રિસર્ચમાં પુરવાર થયું છે કે, વધારે સમય સુધી પ્રદુષિત હવાના સંપર્કમાં રહેવાથી કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ થાય છે.
આ રિસર્ચમાં સામેલ 1442 લોકોમાં AMD જોવા મળ્યું હતું. જે લોકોમાં નાઈટ્રોજન NO2નું લેવલ 9825.5 ppb હતું તે લોકોમાં AMDનું જોખમ બમણું હોય છે. જે લોકોમાં કાર્બનડાયોક્સાઈડ CO2નું લેવલ 297.1 ppmથી વધારે હોય છે તે લોકોમાં AMD થવાનું જોખમ 84% હોય છે.