સેન્ટ્રલ મેક્સિકોના મેડેરિયાના ચોલુલ જિલ્લામાં સમુદ્રમાં 91 ફૂટ ઊંડી ગુફામાં 15 અવશેષ મળ્યા છે. આ અવશેષો આશરે 25 લાખ વર્ષ જૂનાં છે. શોધકર્તાએ દાવો કર્યો છે કે, આ અવશેષો 13 અલગ-અલગ પ્રજાતિની શાર્કના છે. આ શોધથી સમુદ્રની નીચે 25 લાખ વર્ષ પહેલાં પણ જીવન હતું, તે વાતની ખાતરી મળી ગઈ છે. ગુફાઓનો અભ્યાસ કરનાર વૌજ્ઞાનિક વિલિચીસ જપાટા અને ફોટોગ્રાફર એરિક સોસા રૉડ્રિગયૂઝે સાથે મળીને આ શોધ કરી છે. સ્થાનિક મીડિયા સાથે વાતચીત દરમિયાન જપાટાએ કહ્યું કે, અમે સમુદ્રની ગુફામાં દીવાલ જોઈ રહ્યા હતા, તે દરમિયાન મારું ધ્યાન દાંત પર પડ્યું. હું તેની નજીક ગયો, મેં જોયું કે આ દાંત શાર્કના છે. દરેક 13 દાંતના અભ્યાસ પછી ખબર પડી કે આ દાંત પ્રાગૈતિહાસિક કાળની શાર્ક પ્રજાતિના છે.
Thursday, May 16