જર્મનીની પોપ્યુલર ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની સોનો મોટર્સે સામાન્ય લોકો માટે પ્રથમ સોલર ઇલેક્ટ્રિક કાર બનાવવાનો દાવો કર્યો છે. અહેવાલો અનુસાર કંપનીનો દાવો છે કે Sono Sion વિશ્વની પ્રથમ સોલર EV હશે. આગામી કારના મોટા પાયે ઉત્પાદન માટે કંપનીએ 1 સપ્ટેમ્બર, 2022 સુધી કસ્ટમર પાસેથી 20,000 થી વધુ રિઝર્વેશન મેળવ્યા છે. સોનો મોટર્સનું કહેવું છે કે તેને દરેક કસ્ટમર પાસેથી સરેરાશ 2,000 યુરો (અંદાજે રૂ. 1.58 લાખ) મળ્યા છે. કંપનીએ Sono Sionની કિંમત 25,126 Euro એટલે કે લગભગ 19.93 લાખ રૂપિયા રાખી છે. ચાલો જોઈએ આ કાર સિંગલ ચાર્જ પર કેટલી ચાલશે.
સોનો મોટર્સ અનુસાર, આગામી Sono Cyan સોલર ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન 2023 ના બીજા ભાગમાં શરૂ થવાની અપેક્ષા છે. કંપની તેનું ઉત્પાદન ફિનલેન્ડના વાલમેટ ઓટોમોટિવ પ્લાન્ટમાં કરશે. કંપનીનું કહેવું છે કે રેમ્પ-અપ પીરિયડ પછી, તે આગામી સાત વર્ષમાં 2,57,000 સોનો સાયન કારનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે.
Sion EV ને 54 kWh બેટરી પેક મળશે, જે કારને એક વાર ચાર્જ કરવા પર 305 કિમીની રેન્જ આપશે. જોકે, સોનો મોટર્સે આ નાની બેટરીની ચાર્જિંગ ક્ષમતા માત્ર 75 kW સુધી મર્યાદિત કરી છે. આ કાર બાયડાયરેક્શનલ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવશે, જે કારને 2.7 kW વીજળીનું ઉત્પાદન કરતા મોબાઈલ પાવર સ્ટેશનમાં રૂપાંતરિત કરશે.
સોનો સાયનની સૌથી મોટી ખાસિયત એ છે કે તમને તેની દરેક સપાટ સપાટી પર સોલર પેનલ્સ મળશે. આથી આવનારી સોલર કાર GENESIS Electrified G80 ઈલેક્ટ્રિક સેડાન કારથી સંપૂર્ણપણે અલગ છે, જે છત પર લગાવેલી સોલાર પેનલ સાથે આવે છે. સોનો સાયનને હૂડ, છત, ફેંડર્સ, ક્વાર્ટર પેનલ્સ અને હેચ પર સોલર પેનલ્સ મળે છે.
સોનો સાયનના આગળના ભાગમાં સોલાર સેલ જોવા મળશે નહીં, કારણ કે અકસ્માતના કિસ્સામાં, સોલાર સેલને નુકસાન થશે. જેના કારણે કસ્ટમરને સોલાર સેલ બદલવા પડશે અને આ ખર્ચનો બોજ કસ્ટમર પર જ પડશે. તેથી, કસ્ટમરને રિપ્લેસમેન્ટ ખર્ચમાંથી બચાવવા માટે, સોનો સાયનના આગળના ભાગમાં સોલર સેલ આપવામાં આવશે નહીં.
સોનો મોટર્સનો દાવો છે કે સાયનમાં કુલ 456 સોલાર સેલ હશે. આ સોલાર સેલ 112 કિમીના અંતર સુધી સાયનને ચલાવવા માટે પાવર જનરેટ કરવામાં સક્ષમ છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે જ્યાં આકાશમાં સૂર્ય સતત આવે છે ત્યાં આ રેન્જ બમણી અથવા વધુ કરી શકાય છે.