વાંચીને નવાઈ લાગે છે ને ? પરંતુ અમદાવાદમાં રીતસર મોદીનો ખજાનો વેચાવવા નીકળ્યો છે. અહી પાંચ રૂપિયામાં મોદીનો ખજાનો ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે. અલબત આની પાછળ પણ ભાજપની જ પોલીટીકલ ગેમ હોવાનું રાજકિય પંડિતોમાની રહ્યા છે.
આમ જોવા જઈએતો ગુજરાતમાં જયારે ભાજપનું અસ્તીત્વ ન હતું ત્યારે ૧૯૮૬ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી લડવાની વ્યૂહરચના મોદીએ ઘડી હતી. એમાં સફળ રહ્યા હતા ત્યાર બાદ પહેલીવાર ભાજપ મોટા પાયે ૧૯૮૯ ની લોકસભાની ચુંટણી લડી રહ્યો હતો એ સમયે ભાજપે અનોખી ગેમ ખેલી હતી. એ જમાનામાં ૪૦ પૈસામાં અડધી ચા મળતી હતી અને વાહનો ઓછા હતા લોકો બસમાં મુસાફરી કરતા હતાં એ સમયે મોદીએ બધા કાર્યકર્તાઓને બે રૂપિયાની નોટ ભેગી કરવા કહ્યું હતું મોટી સંખ્યામાં નોટ ભેગી થઇ.
ભેગી થયેલી બધી બે રૂપિયાની નોટ પર સ્ફેદભાગમાં કમળના સિક્કા લગાવી બજારમાં ફરતી કરી દેવામાં આવી હતી કારણકે એ જમાનામાં બે રૂપિયામાં ગરીબ અને મધ્યમવર્ગમાં એ નોટનું ચલણ વધુ હતું. જેથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોના મગજ પર રજીસ્ટર થાય આજ નુસખો હવે ફરી અપનાવાયો છે.
આ વખતે ફ્રયમ્સ અને સસ્તા નાસ્તાના પડીકામાં મોદીના ફોટા સાથે પાંચ રૂપિયામાં વેચવાના શરુ કર્યા છે. આ પડીકા માત્ર ગરીબ વિસ્તારોમાં જ વેચાય છે અપર ક્લાસ વિસ્તારોમાં કે મિડલક્લાસ એરિયામાં વેચતા નથી કારણકે પાંચ રૂપિયાના આ પડીકા ગરીબ છોકરાઓમાં ખુબજ લોકપ્રિય બની રહ્યા છે ગરીબ છોકરાઓ અને સાંજે પોટલી સાથે લોકો ચવાણાના બદલે મોદીનો ખજાનો પાંચ રૂપિયામાં ખરીદી રહ્યા છે એટલે તમે પણ પાંચ રૂપિયા છુટ્ટા હોય તો વડાપ્રધાન મોદીનો ખજાનો આસાનીથી ખરીદી શકો છો માટે “બોલો હર હર મોદી પડીકે પડીકે મોદી”