લગભગ દોઢ વર્ષ સુધી દુનિયાથી દૂર રહેલા હ્યદેશ સિંહ ઉર્ફે યો યો હની સિંહ પોતાના જૂના અંદાજમાં પરત ફર્યા છે. સોનૂ કે ટીટૂ કી સ્વીટી ફિલ્મમાં હંસ રાજના ગીત દિલ ચોરી હો ગયા સાડા થી હની સિંહ પરત ફર્યા છે. આગામી દિવસોમાં હની સિંહ હજુ પણ કેટલાંક નવા ગીત લોકોની સામે આવશે.
આગામી દિવસોમાં હની સિંહ હજુ પણ કેટલાંક નવા ગીત લોકોની સામે આવશે. છેલ્લા કેટલાક મહિના હનિ સિંહ માટે સૌથી ખરાબ રહ્યા તેમણે કહ્યુ કે હું કોઇની સાથે વાત કરવા માંગતો ન હતો. મારી હાલતને કેટલાક લોકોએ ડ્રગ્સના ઓવરડોઝ સાથે જોડી છે. તેમણે કહ્યુ કે સત્યતા એ છે કે મને બાયપોલર ડિસ ઓર્ડર થયો હતો. આ બીમારી દરમિયાન મે ચાર ડોક્ટર બદલ્યા પણ હાલતમાં કોઇ સુધારો જોવા મળ્યો ન હતો. તેમણે કહ્યુ કે ખૂબ વધુ દારૂ પાવાથી મારી તબીયત ખરાબ થઇ હતી. ત્યારે તેમણે કહ્યુ કે હજુ મારો ઇલાજ એક ડોક્ટર કરી રહ્યા છે.