20 વર્ષ પહેલાં 25 ડિસેમ્બરે બ્રિટિશ મેડિકલ જર્નલ મેગઝીનમાં એક લેખ છપાયો હતો, જે અત્યાર સુધીનો સૌથી લોકપ્રિય મેડીકલ લેખ છે. આ લેખના નામે સૌથી વધારે વાંચવાનો અને ડાઉનલોડ કરવાનો રેકોર્ડ છે. આ મેગઝીનને મેડિકલ ફિલ્મમાં ઘણા એવોર્ડ મળી ચૂક્યા છે. એનાટૉમી (શારીરિક સંરચના) વિશે જાણકારી વધારવા માટે ડચ સાયન્ટિસ્ટોએ એક રિસર્ચ કર્યું હતું. આ લેખમાં એ જ રિસર્ચ વિશે આખી માહિતી આપવામાં આવી હતી. રિસર્ચ દ્વારા જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે, સેક્સ દરમિયાન મહિલાઓ અને પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ્સમાં શું બદલાવ આવે છે.સંબંધ બનાવતી વખતે પ્રાઇવેટ પાર્ટ્સમાં બદલાવની સટીક જાણકારી માટે જોડીઓને MRI સ્કેનર મશીનમાં ઈન્ટિમેટ થવાનું કહેવામાં આવ્યું. આ દરમિયાન મહિલા અને પુરૂષિના શારીરિક બદલાવને સ્કેનરમાં કેપ્ચર થતી તસવીરો દ્વારા બારીકીથી સમજવામાં આવી. આ પ્રયોગ માટે ખાસ 8 કપલને બોલાવવામાં આવ્યાં હતાં. જેમાં ત્રણ સિંગલ મહિલાઓ હતી, જેમના પર 13 પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા હતા. રિસર્ચ માટે ત્રણ કપલે MRI સ્કેનરમાં બે વાર સેક્સ કર્યું અને સિંગલ છોકરીઓએ પાર્ટનર વગર ઓર્ગેઝમનો અનુભવ કર્યો. નેધરલેન્ડની એક યૂનિવર્સિટી હોસ્પિટલમાં આ રિસર્ચ કરવામાં આવ્યું હતું અને જોડીઓને શારીરિક બનાવટના આધારે પસંદ કરવામાં આવી હતી, જે મશીનમાં ફિટ થઈ શકે. પ્રયોગ દરમિયાન સ્કેનરને ચારેય તરફથી પડદાથી ઢાંકવામાં આવ્યું હતું, જેથી કોઇ સંકોચ ન અનુભવાય.
સ્કેનર દ્વારા મહિલાઓ અને પુરૂષોની ઓર્ગેઝમ પહેલાંની અને પછીની તસવીરો લેવામાં આવી, જેના પર બાજુમાં બનાવેલ કંટ્રોલ રૂમમાં બેટઃએલ રિસર્ચર નજર રાખી રહ્યા હતા. મશીનની અંદર મહિલાઓની સરખામણીમાં પુરૂષોને સેક્સ કરવામાં તકલીફ પડી. એક કપલ સિવાય બધાંએ વાયેગ્રાનો ઉપયોગ કર્યો.રિસર્ચ ટીમની સામે જ જૂની ધારણા તૂટી ગઈ કે, સેક્શુઅલ ઉત્તેજના દરમિયાન યૂટરસમાં ફેલાવો થાય છે. એમ પણ જોવા મળ્યું કે, મિશનરી પોઝિશનમાં સેક્સ કરતી વખતે પુરૂષોનાં અંગ સ્ટ્રેટ કે એસ શેપમાં નહીં, પરંતુ બૂમરંગ શેપમાં થઈ જાય છે. એનાટૉમીની તસવીરો મેળવી આ રિસર્ચને પૂરું કરવામાં એક વર્ષ લાગ્યું.આ રિસર્ચને 2000 માં એલજી નોબેલ એવોર્ડ મળ્યો. ધ બીએમજે મેગઝીનના ડેપ્યૂટૂ એડિટર રૂપે રિટાયર્ડ થયેલ ડૉક્ટર ટોની ડેલમૉથે આ વર્ષે ક્રિસમસ અંકમાં તેની લોકપ્રિયતા વિશે લખ્યું છે.જેમાં તે લખે છે લે, લોકો મફતમાં તેની તસવીરો જોવા આતુર રહેતા હતા. સામાન્ય લોકોથી લઈને સાયન્ટિસ્ટો સુધી બધાં તેમાંથી મેળવવા ઇચ્છતા હતા. MRI મશીનમાં સેક્સ વિષયને લઈને કરવામાં આવેલ રિસર્ચના વેચાણે બધા રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા. ડેલમૉથ જણાવે છે કે, 20 વર્ષ બાદ પણ આ આર્ટિકલ વાંચવો એટલો જ રસપ્રદ છે.