ફ્રીઝ, એસી અને વોશિંગ મશીનના ભાવમાં આવતા મહિના સુધીમાં 3થી 5 ટકાનો વધારો થવાની શક્યતા છે. હાઈ ઈનપુટ કોસ્ટને કારણે વ્હાઈટ ગુડ્સ કંપનીઓ પર પ્રેશર ઊભુ થયું છે. ગ્રાહકોને ભાવવધારાની અસર ડિસેમ્બર મહિનાથી જોવા મળશે કારણ કે હાલમાં રિટેલર્સ પાસે દિવાળીમાં ન વેચાયેલો સ્ટોક પડ્યો છે.
ઈન્ડસ્ટ્રીના ત્રણ સીનિયર એક્ઝિક્યુટિવ્ઝનું કહેવું છે કે મોંઘા દરે ફ્રેશ સ્ટૉક ખરીદતા પહેલા કંપનીઓ જૂનો સ્ટોક ક્લીયર કરવા માંગે છે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ ઈન્ડસ્ટ્રીએ આ ચીજોના ભાવ વધાર્યા હતા. ત્યાર પછીથી વ્હાઈટ ગુડ્સ કંપનીઓની ઈનપુટ કોસ્ટમાં 30થી 50 ટકાનો વધારો થયો છે. સ્ટીલની કિંમત ત્યાર પછી 40 ટકા વધી ચૂકી છે જ્યારે કૉપરની કિંમત 50 ટકા વધી ગઈ છે. ગ્લોબલ માર્કેટમાં અછતના પગલે કેમિકલ MDIની કિંમત બમણી થઈ ગઈ છે. MDI ફ્રીઝ માટે ફોમ બનાવવામાં ઉપયોગી છે.
વ્હાઈટ ગુડ્સ મેકર એલ.જી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા અને તેની પ્રતિસ્પર્ધી સેમસંગ પણ ઈન્ડસ્ટ્રીની બાકી કંપનીઓની જેમ કિંમત વધારવાનું વિચારી રહી છે. આગામી મહિનાઓમાં 4 અને 5 સ્ટાર એસીની કિંમત વધી શકે છે. સરકારે જાન્યુઆરીથી ઈન્ડિયન સીઝનલ એનર્જી એફિશિયન્સી રેશિયો વાળા નવા રેટિંગને ફરજિયાત કરી દીધું છે. આ ઉપરાંત ઈન્વર્ટર એસી અને સસ્તા ફિક્સ્ડ સ્પીડ એસી મોડેલ્સની પણ આ જ રીતે રેટિંગ થશે. આથી અત્યારે જે એ.સી ફાઈવ સ્ટાર છે તે જાન્યુઆરીથી 3 સ્ટાર થઈ જશે. એક અગ્રણી કંપનીએ જણાવ્યું “ચાર અને પાંચ સટાર ફિક્સ્ડ એ.સી મેનુફેક્ચરરની પડતર કિંમત વધશે અને આ કારણે એ.સીની કિંમત વધશે. પણ ઈન્વર્ટર એ.સી અને કિંમતોમાં પડતા ગાળાને ઘટાડી શકે તેમ છે. આવામાં ફાઈવ સ્ટાર એ.સી બનાવી વેચવું આર્થિક રીતે ઉત્પાદકોને નહિ પરવડે।
ગ્રાહકો જૂના મોડેલ્સ પર થોડા ડિસ્કાઉન્ટની અપેક્ષા રાખી રહ્યા છે. રિટેલર્સ પાસે મોટી સંખ્યામાં જૂનો સ્ટોક ઉપલબ્ધ છે.