ફુકરે રીર્ટન્સને પહેલા દિવસે જ જોરદાર કમાણી કરી લીધી છે. ઓપનિંગ કલેક્શન 8 કરોડને પાર થઇ ગયુ છે. ચાર વર્ષ પહેલા ફુકરેના પહેલા ભાગે પૂરા અઠવાડિયામાં ફક્ત 8 કરોડની જ કમાણી કરી હતી. જ્યારે તેમનો કુલ ખર્ચ 30 કરોડ હતો. પદ્માવતીની વાત કરીએ તો તેની તારીખનો ફાયદો ફુકરેને થયો છે. કપિલ શર્માની ફિલ્મ પણ એટલી ખાસ નથી રહી પદ્માવતી ફિલ્મની તારીખના બદલવવાને કારણે ફુકરે રીર્ટન્સ અને ફિરંગીની તારીખમાં બદલાવ આવ્યો હતો.
જ્યારે 24 નવેમ્બરે ફિરંગી રીલીઝ થવાની હતી પણ તે 1 ડિસેમ્બરે થઇ અને ફુકરે રીર્ટન્સ 15 ડિસેમ્બરે થવાની હતી પણ તે 8 ડિસેમ્બરે થઇ ફુકરે રીર્ટન્સમાં પુલકિત સમ્રાટ, વરૂણ શર્મા, અલી ફજલ, મંજૂ સિંહ, રિચા ચડ્ડા, પંકજ ત્રિપાઠી, વિશાખા સિંહ, પ્રિયા આનંદ, અને રાજીવ ગુપ્તા, મુખ્ય પાત્ર રહ્યા છે.