વિમેન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માર્ચ 2023 માં એક મહિનાની વિંડોમાં શરૂ કરવામાં આવશે અને તેમાં પાંચ ટીમો સામેલ થવાની સંભાવના છે, બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે પુષ્ટિ કરી. મહિલા IPL શરૂ થવાથી ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
બીસીસીઆઈના ટોચના અધિકારીઓએ આ મુદ્દા પર ચર્ચા કરી હતી અને દક્ષિણ આફ્રિકામાં મહિલા T20 વર્લ્ડ કપ બાદ ટૂર્નામેન્ટ માટેની માર્ચની વિન્ડોને યોગ્ય માનવામાં આવી હતી. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે પીટીઆઈને કહ્યું, “હા, મહિલા આઈપીએલ માર્ચના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે અને અમે પ્રથમ વર્ષ માટે ચાર અઠવાડિયાની વિન્ડો નક્કી કરી છે.” દક્ષિણ આફ્રિકામાં T20 વર્લ્ડ કપ 9 થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે અને અમે તે પછી તરત જ મહિલા IPL યોજવાની યોજના બનાવીએ છીએ.
“અત્યારે અમે પાંચ ટીમો સાથે ટુર્નામેન્ટનું આયોજન કરીશું, પરંતુ તે છ ટીમો હોઈ શકે છે કારણ કે સંભવિત રોકાણકારોમાં ઘણો રસ છે,” તેમણે કહ્યું. આગળ ટીમોની હરાજીની પ્રક્રિયા જાહેર કરવામાં આવશે. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે અગાઉ પીટીઆઈને અલગ-અલગ ઈન્ટરવ્યુમાં પુષ્ટિ કરી હતી કે મહિલા આઈપીએલ 2023માં શરૂ થશે.
મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ તમામે મહિલા ટીમો ખરીદવામાં રસ દાખવ્યો હતો. UTVના CEO રોની સ્ક્રુવાલાએ પણ ટ્વીટ કર્યું હતું કે તેઓ મહિલા IPL ફ્રેન્ચાઇઝી ખરીદવામાં રસ ધરાવે છે.