પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલની ચાર કથિત દારુપાર્ટી અને સેક્સ વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ વીડિયો ક્લિપમાં હાર્દિક અને તેના કેટલાક નજીકના સાથીદારો લિકર પાર્ટી અને છોકરી સાથે હરતા-ફરતા દેખાઈ રહ્યા છે. જોકે આ વીડિયોની ખરાઈ અને વિશ્વસનિયતા હજુ સધી સાબિત થઈ નથી.જોકે આ મુદે હાર્દિકે કહ્યું હું વ્યક્તિગતપણે જે હોઉં તે. માની લો કે હું ખોટો છું, પરંતુ મારો મુદ્દો સમાજને અનામત અપાવવાની લડાઈનો છે ભાજપ એવા ભ્રમમાં છે કે, મારા ચારિત્ર્યને ખરાબ દેખાડવાથી પાટીદાર સમાજ અનામત આંદોલનથી ડાયવર્ટ થશે, પરંતુ સમાજના વડિલોથી લઈને યુવાનોના પ્રત્યાઘાતોથી સ્પષ્ટ થાય છે કે, આખો સમાજ મારી સાથે છે.
હાર્દિકે કહ્યું કે, હું અંગત જીવનમાં જે હોઉં તે પરંતુ અનામત મેળવવાની લડાઈના મારા મુદ્દાથી હું ભટકતો નથી. મારી સાથે વ્યક્તિગત દુશ્મની હોય તો મને મારી નાખો, પરંતુ મારા સમાજ માટેના પ્રશ્નોને લઈને જે લડાઈ છે તે હું લડતો જ રહીશ. તાકાત હોય તો સરકાર મારી સામે આ મુદ્દે લડી બતાવે.