મોરબીના રવાપર ચોકડી પાસે આજે સાંજે પોલીસ કોન્સ્ટેબલ પર બાઈક ચાલકે પથ્થરથી હુમલો કરી માથાનાં ભાગે ઇજા પહોંચાડતાં માથામાં ટાંકા આવ્યાં હતાં. ઘટના બાદ પોલીસે આરોપી બાઈક ચાલકને ઝડપી લીધો હતો. જોકે બાઈક ચાલકે આક્ષેપ કર્યો હતો કે પોલીસ કોન્સ્ટેબલે ગાળ દીધી હતી. પણ પોતે તેના પિતાની ઉંમરનો હોઈ તેનો ખ્યાલ રાખ તેમ કહેતા તેના પર ત્રણ થી ચાર પોલીસ કર્મીએ હુમલો કર્યો હતો હાલ પોલીસ કોન્ટેબલની ફરિયાદના આધારે પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ અંગે મળતી વિગત મુજબ મોરબીના રવાપર ચોકડી પાસે હાલ લગ્નની સીઝનના કારણે ટ્રાફિક જામ થતો હતો.પોલીસ કર્મીઓ મુખ્ય હતા આજે સાંજે 6 વાગ્યાની આસપાસ ટ્રાફિક જામ થતા પોલીસે એક તરફનો ટ્રાફીક રોકી બીજી તરફના વાહનો પસાર થવા રસ્તો ખુલ્લો કરતા લક્ષમણ ગોવિંદ દેત્રોજા નામના બાઈક ચાલકે ટ્રાફિક નિયમનો ભંગ કરતા તેને રોક્યો હતો. જેથી પોલિસ કોન્સ્ટેબલ રાજુ ભોળાભાઈ બાવરીયા સાથે ઝપાઝપી કરી માથાના ભાગે પથ્થર ઝીકી દેતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ ઘટના બાદ પોલિસે આરોપી લક્ષમણ દેત્રોજાને ઝડપી લીધો હતો પોલીસ કોન્ટેબલેની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સામે પક્ષે ગોવિંદભાઈએ આક્ષેપ કર્યો હતો કે પોલિસ કર્મીએ ગાળો દેતા મેં તેના પિતાની ઉંમરના હોવાનું કહી ગાળો દેવાની ના પાડતા બેઠી ત્રણ પોલીસ કર્મીએ માર મારી ગંભીરે ઇજા પહોંચાડી હતી .અને તેમને રોકવા જતા પોલિસ કર્મીને ઇજા પહોંચી હતી જોકે સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે તટસ્થ તપાસ બાદ જ બહાર આવશે.