દર વખતની જેમ ભાજપ આ વખતે કોંગ્રેસ કરતાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આગળ રહ્યું છે આ વખતે 182 માંથી 70 ઉમેદવારોની યાદીમાં પણ કોંગ્રેસનો ખેલ પાડવામાં બાકી નથી રાખ્યું
પટેલની નારાજગી જોઈ 14 ટકાથી વધુ પટેલોને ટિકિટ આપી છે એટલે કે 15 પટેલ છે ક્ષત્રીય પ્રદેશ પ્રમુખ લઇ નીકળેલા કોંગ્રેસને જવાબ આપવા નવ ટકા ક્ષત્રિયોને એટલેકે 6 ક્ષત્રિયોને ટિકિટ આપી છે જયારે થોડા સમયથી કૉંગેસ તરફ ઢળેલાં કોળી મતદારો માંથી પાંચ કોળીને ટિકિટ આપવામાં આવી છે તો વળી ઓછું હોય એમ તબીબી અને વકીલ વ્યવસાયમાં વધુ પડેલી પરંતુ ઓછી વૉટ બૅંક હોવા છતાં પ્રભાવી રહેતી જૈન અને બ્રાહ્મણ જ્ઞાતિને બે બે બેઠક ફાળવી છે.
30 ટકા મહિલાઓની વાત કરતી ભાજપે માત્ર 4 મહિલાઓને ટિકિટ આપી છે જયારે કોંગ્રેસની કેટલાંય સમયથી નિષ્ફ્ળ ગયેલી ખાસ થિયરી પછી પણ કોંગ્રેસને વળગી રહેલાં આદિવાસીઓને મનાવવા માટે 7 એસટીને ટિકિટ આપી છે જયારે ત્રણ એસટીને ટિકિટ આપી પોતાનું પલ્લું મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો છે અલબત્ત હજુ 112 ઉમેદવારોની યાદી ભાર આવવાની બાકી છે પણ એમાં પટેલોને પ્રાધન્ય આપી ફરી પાછા પટેલોને માનવીલેવાની કવાયત કરશે જેના કારણે પટેલ પર મદાર રાખતા કોંગ્રેસને ઝટકો લાગી શકે
બીજી તરફ લેઉઆ પટેલોમાં વર્ચસ્વ ધરાવતા કેશુભાઈ પટેલના દીકરા ભરત પટેલને ચૂંટણી પ્રચાર માટે મનાવી લેવામાં આવ્યા છે આ બાબતે ભાજપે પહેલી યાદીમાં કોંગ્રેસના ફૂગ્ગામાંથી હવા કાઢી નાખી છે જયારે પ્રધાનોની બાદબાકી નથી કરી પરંતુ કોંગ્રેસ છોડીને આવેલા 14 જણામાંથી પહેલાં તબકકામાં પંચને ટિકિટ આપી છે આમ કોંગ્રેસના મતોનું વિભાજન કરવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરાયો છે