નવી દિલ્હી : ઈન્ફોસિસના અધ્યક્ષ નંદન નીલેકણીએ કહ્યું કે, ભારત ટિકટોક જેવી એપ્સ બનાવી શકે છે, પરંતુ એપ્લિકેશન્સ માટે બિઝનેસ મોડેલ બનાવવું સહેલું નથી. હવે જ્યારે ટિકટોક અને 58 અન્ય ચીની એપ્લિકેશનો પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે દેશમાં રિપ્લેસમેન્ટ એપ્લિકેશન બનાવવાની ચર્ચા થઈ રહી છે.
4 જુલાઈ, શનિવારે ઇન્ફોસીસના અધ્યક્ષે ઈન્ડિયા ટુડે ટીવી સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતમાં કોઈપણ રીતે ટિક ટોક જેવી એપ બનાવવી શક્ય છે, પરંતુ એપ્લિકેશન્સ માટે બિઝનેસ મોડેલ ડિઝાઇન કરવું એ એક મોટો પડકાર છે કારણ કે ભારત હજી પણ મોટું ડિજિટલ જાહેરાત બજાર નથી. અને ટિકટોક જેવી એપ્લિકેશનો જાહેરાત પર આધાર રાખે છે.
તેમણે કહ્યું કે, ટિકટોક જેવી અન્ય એપ્લિકેશનોના વ્યવસાયિક મોડેલને સમજવું પડશે. ફેસબુક અને ગૂગલની જેમ, ટિકટોકની અવાક પણ જાહેરાતમાંથી મળે છે. ટિકટોક એપ્લિકેશનની માલિકીની કંપની, બાઈટડાન્સના સ્થાપક ઝાંગ યિમિંગને શ્રીમંતની યાદીમાં ટોચના 20 ધનિક લોકોમાં ગણવામાં આવે છે.