માર્ગ આકસ્માતના અનેક બનાવો બનતા હોય છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માલણકા ગામ પાસે આવેલો પૂલ રવિવારે સમી સાંજે ધરાશાયી થતા ત્રણ ગાડીઓ ફસાઇ હતી જ્યારે લોકોને સામાન્ય ઇજાઓ થતા મેંદરડા અને જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પૂલ ધરાશાયી થવાના બનાવથી મુસાફરોમાં ભયનો માહોલ છવાયો છે.
મેંદરડા પોલીસ પાસેથી બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢથી મેંદરડા થઇને સાસણ તરફ જતા માલણકા પાસે આવેલો પુલ 7 વાગ્યે આસપાસ અચાનક ધરાશાયી થયો હતો જેમાં ત્રણ ગાડીઓ ફાસાઇ હતી ત્યારે આચાનક પૂલ ધરાશાયી થતા ત્રણ કારમાં સવાર મુસાફરો ફસાયા હતાં જ્યારે અમુક મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જ્યારે હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ અને મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પૂલ ધરાશાયી થતાં હાલ જૂનાગઢની મેંદરડા જવાનો રસ્તો બંધ થયો છે ત્યારે હાલ 108, મેંદરડાં પોલીસ, એસ.ડી.એમ, મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે, પૂલ ધરાશાયી થતાં લોકોમાં ફફડાટનો મહોલ ફલાયો છે.