નવી દિલ્હી : કોવિડ – 19 સંકટને કારણે એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં લોકડાઉન હતું, જેને પગલે ઓટો કંપનીઓના વેચાણમાં ઘટાડો થયો હતો. જો કે, 8 જૂન પછી, દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે ફરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે કંપનીઓના વેચાણમાં સુધારો થઈ રહ્યો છે. મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઇ સહિત અનેક મોટી ઓટો કંપનીઓએ જૂન મહિનામાં વેચાણના આંકડા જાહેર કર્યા છે.
મારુતિ સુઝુકી
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (એમએસઆઈ) એ જૂનમાં કુલ 57,428 કાર વેચી દીધી છે. જોકે, એક વર્ષ અગાઉની તુલનામાં વેચાણમાં લગભગ 54 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, મારુતિ સુઝુકીએ ગયા વર્ષે જૂનમાં 1,24,708 યુનિટ વેચ્યા હતા.
જૂનમાં મારુતિની નાની કારો જેમ કે અલ્ટો અને વેગનઆરનું વેચાણ 10,458 એકમો હતું, તે જ રીતે સ્વિફ્ટ, સેલેરિયો, ઇગ્નિસ, બલેનો અને ડિઝાયર જેવા કોમ્પેક્ટ મોડેલો 26,696 યુનિટ વેચ્યા હતા. સેડાન કિયાઝનું વેચાણ ગયા મહિને 553 યુનિટ હતું.