હાલ કોરોના વાયરસની મહામારી પુરા દેશમાં ચાલી રહી છે ત્યારે કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે તેના માટે દિવસે ને દિવસે કંઇક ને કંઇક નવું જાણવા મળતું હોય છે ત્યારે આજે વાત કરીએ તો હવે એક નવું આવ્યું છે કે સેક્સ કરવાથી પણ કોરોના ફેલાય છે.
કોરોના વાયરસ સ્પર્શ અને રેસપાયરેટી સિક્રેશન ઉપરાંત સેક્સ થી પણ ફેલાઇ શકે છે ? એક એક્સપર્ટ ને એવા પુરાવા મળ્યા છે કે જેનાથી તેમને ડર છે કે સેક્સ કરવાથી કોરોના ફેલાઈ શકે છે. ચીનના એક રીસર્ચસે એવા 38 પુરુષોનું વિશ્લેષણ કર્યું હતું જે તમામને કોરોના પોઝિટિવ આવ્યો હતો.ચીન ની એક હોસ્પિટલમાં આ સ્ટડી કરવામાં આવી હતી. હેનાન પ્રાંતમાં આ હોસ્પિટલમાં ફક્ત ને ફક્ત કોરોના વાયરસની જ સારવાર કરવામાં આવી રહી છે. જાન્યુઆરી થી ફેબ્રુઆરી ની વચ્ચે 15 વર્ષથી ઉપરના પોઝિટિવ છોકરા તથા પુરુષો ના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ઇન્ફેક્શન રોગ એક્સપર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો, આ પરિણામ તેમના માટે દંગ કરનારા નથી કારણ સિમેનમાં જિકા અને ઇબોલા વાયરસ પણ મળ્યા હતા.
આ આંકડો એટલો બધો વધારે હોઇ શકે છે,કારણ કે આવા એવા લાખો લોકો સામેલ નથી જેમને સંક્રમણ ના સામાન્ય લક્ષણો છે અને તેઓ ટેસ્ટ વગર ઘરે જ સ્વસ્થ થઈ ગયેલ છે.