કોરોનાવાઈરસને લીધે માણસો ઘરમાં છે તો વન્યજીવોને આઝાદી મળી ગઈ છે પશુ પંખીઓની આઝાદીથી પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઊઠી છે. નવી મુંબઈમાં ફ્લેમિંગો હાલ પ્રસન્નતાથી જીવી રહ્યા છે. પિંક ફ્લેમિંગોની ચાદરથી ઢંકાયેલા તળાવનો વીડિયો અને તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. પાણીમાં શેવાળની સારી ગુણવત્તાને લીધે વધારે ફ્લેમિંગોનું આગમન થાણે ક્રિકના એક અધિકારી નથુરામના જણાવ્યા અનુસાર, થાણે ક્રિક ફ્લેમિંગો સેંચુરીમાં પાણી અને હવાનાં પ્રદૂષણનું પ્રમાણ ઘટ્યું છે તેને લીધે પાણીમાં શેવાળ સારી ગુણવત્તાની બને છે, જે ફ્લેમિંગોનો મુખ્ય ખોરાક છે. તેથી વધારે માત્રામાં ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે. સ્થાનિક માછીમારોના મતે પણ આ વખતે ગત વર્ષ કરતાં પક્ષીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 25% ફ્લેમિંગો જોવા મળ્યા થાણે ક્રિકમાં કામ કરતાં એક અધિકારીના જણાવ્યા અનુસાર, હાલના સમયે મનુષ્યોની પાંખી હાજરી હોવાથી ફ્લેમિંગો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને કોઈ પણ ચિંતા વગર પ્રસન્નતાથી જીવી રહ્યા છે.
Monday, May 6