અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના જીવાપર ગામે મોડી રાતે 23 વર્ષના યુવાન પ્રકાશ ચંદુભાઈ મકવાણા તેજ ગામની તેની પ્રેમિકાના ઘરની દીવાલ કૂદીને મળવા ગયો હતો.
આ સમયે પ્રેમિકાના પરિવાર ઉંઘમાંથી જાગી જતાં છરીથી નાક કાપી તાલિબાની સજા ફટકારી હતી. બાબરા પીએસઆઈ ગીતા આહીર જીવાપર ગામે દોડી જઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને પ્રથમ બાબરા પછી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવો પડ્યો હતો.
પ્રેમિકાના પરિવારજનો જગદીશ સવાભાઈ પીપળવા, શારદા જગદીશભાઈ પીપળવા, સુરેશ સવા પીપળવા, અતુલ સુરેશ પીપળવા, કાળુ મનસુખ પીપળવા મળી 5 વ્યકિતઓની પોલીસ દ્વારા અટક કરી છે.