તમે આજ સુધી એવુ તો સાંભળ્યું હશે કે એવા ઘણાં મંદિરો છે જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે પરંતુ શું તમે ક્યારેય એઅવું સાંભળ્યું છે કે કોઇ મંદિરમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ હોય. એક એવુ મંદિર છે જ્યાં પુરુષોને પ્રવેશ અપાતો નથી. વિવિધતાથી ભરપુર આપણાં દેશમાં એક એવું મંદિર છે જ્યાં ફક્ત મહિલાઓ જ જઇ શકે છે. આ મંદિર કેરળના કોલ્લમ જિલ્લામાં આવેલું છે. આ મંદિરનું નામ કોત્તાનકુલાંગરા દેવી મંદિર છે. આ મંદિર દુમિયાભરમાં એટલા માટે જાણીતુ છે કારણ કે અહી પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મંદિરમાં ફક્ત મહિલાઓને જ આવવાની પરવાનગી આપવામાં આવે છે. આ મંદિરમાં કિન્નરો પણ પૂજા-અર્ચના માટે આવી શકે છે. હકીકતમાં કોત્તાનકુલાંગરા દેવી મંદિરની એવી પ્રથા છે કે તેમાં પૂજા કરવા માટે ફક્ત મહિલાઓ જ જઇ શકે છે. જો પુરુષોએ આ મંદિરમાં પ્રવેશ કરવો હોય તેમણે મહિલાઓના કપડા પહેરવા પડે છે.
આ મંદિરમાં એક વિશેષ પ્રથા છે કે પુરુષોએ ફક્ત મહિલાઓના પોશાક જ પહેરવાના નથી હોતા પરંતુ મહિલાઓની જેમ સોળ શણગાર પણ કરવા પડે છે. શ્રી કોત્તાનકુલાંગરા દેવી મંદિરમાં દર વર્ષે ચામ્યાવિલક્કૂ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. અહી તેમને તૈયાર થવા માટે સાડી,ઘરેણા અને મેકઅપની સુવિધા હોય છે. જ્યાં સુધી પુરુષો સોળ શણગાર ન કરે ત્યાં સુધી તેઓ આ મંદિરમાં આ તહેવાર ન ઉજવી શકે. શ્રી કોત્તાનકુલાંગરા દેવી મંદિરની એક ખાસ વાત એ છે કે મંદિરની ઉપર કોઇ છત નથી. આ રાજ્યનું એકમાત્ર મંદિર છે જેના ગર્ભગૃહની ઉપર છત કે કળશ નથીય એવી માન્યતા છે કે કેટલાંક ભરવાડોએ જ્યારે આ મૂર્તિને પહેલીવાર જોઇ હતી ત્યારે તેમણે મહિલાઓના કપડા પહેરીને પત્થર પર ફૂલ ચડાવ્યાં હતાં જે પછી તે પત્થર માંથી દિવ્ય શક્તિ ઉત્તપન્ન થઇ. તે પછી તેને મંદિરનું રૂપ આપવામાં આવ્યું.