નવી દિલ્હી : ભારતીય વેઇટલિફટર મીરાબાઈ ચાનુએ દોહામાં ચાલી રહેલા કતર ઇન્ટરનેશનલ કપમાં ગોલ્ડ જીત્યો છે. તેણે શુક્રવારે મહિલા 49 કિલો વર્ગમાં સફળતા હાંસલ કરી હતી. ચાનુએ કુલ 194 કિલો વજન ઉઠાવ્યું હતું. જોકે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 201 કિલોગ્રામ છે.
ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ઇવેન્ટ હોવાને કારણે, અહીં પ્રાપ્ત કરેલા પોઇન્ટ્સથી ટોક્યો ઓલિમ્પિક્સ રેન્કિંગમાં ફાયદો થશે. 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ચાનુ માત્ર એક ક્લીન લિફ્ટ કરવામાં સફળ રહી હતી. તેણે સ્નેચમાં 83 કિલો અને ક્લિન એન્ડ જર્ક ઇવેન્ટમાં 111 કિલોગ્રામ વજન ઊંચકીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.