ફોર્બ્સ મેગેઝિન દ્વારા 2018ના સૌથી શક્તિશાળી લોકોની યાદી જાહેર કરવામાં આવી છે.ફોર્બ્ઝ મેગેઝિને 75 શક્તિશાળી લોકોનાં નામો જાહેર કર્યા છે. આ યાદીમાં ચાઇનાના પ્રમુખ શી જિનપિંગ ટોચ પર છે અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટીન બીજા નંબર પર છે. અગાઉ પુટિન 4 વર્ષ સુધી નંબર 1 રહ્યા હતા. આ વર્ષે તેઓ નંબર 2 પર પહોંચી ગયા છે.
યુ.એસ. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને યાદીમાં ત્રીજો સ્થાન આપવામાં આવ્યો છે.જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ નંબર 4 પર છે.એમેઝોનના પ્રમુખ જેફ બેઝોસ આ યાદીમાં નંબર 5 પર છે. પોપ ફ્રાન્સિસ (ધર્મગુરુ, રોમન કેથોલિક ચર્ચ), નંબર 6 પર છે. બિલ ગેટ્સ (માઇક્રોસોફ્ટના સ્થાપક) નંબર 7 પર છે.મોહમદ બિન સલમાન અલ (ક્રાઉન પ્રિન્સ, સાઉદી અરેબિયા), નંબર 8 પર છે. PM નરેંદ્ર મોદી (ભારતના પ્રધાનમંત્રી), નંબર 9 પર છે.લેરી પેજ (Google Co-સ્થાપક) નંબર 10 પર છે.ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન નંબર 12 પર છે.દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન 54 નંબર પર છે.