ગુજરાતમાં કોંગ્રેસ સહિતના વિપક્ષો ફાવતા નથી. એની પાછળનું મોટું કારણ મોદી ફેક્ટર છે. ગુજરાતમાં ભાજપ નહીં પણ મોદી ફેક્ટર ચાલે છે અને નરેન્દ્ર મોદીનો ચહેરો જ ચૂંટણીના મેદાનમાં ભાજપને અત્યાર સુધી તારી રહ્યો છે. બે ટર્મથી દેશના વડાપ્રધાન છે અને એક ગુજરાતી વડાપ્રધાન છે એ ફેક્ટર અન્ય કોઈ પણ પાર્ટી માટે ચેસ કરવા મોટામાં મોટો પડકાર છે. મોદી ફેક્ટર ઉપરાંત પટેલોને પોતાની તરફ વાળવાની બાજી પણ ગુજરાતમાં સૌથી મોટું રાજકીય ગણિત બન્યું છે. આમાં ભાજપ આગળ છે અને કોંગ્રેસ જોજન દુર પાછળ છે.
છેલ્લા 25 વર્ષમાં પટેલો ભાજપ સાથે રહ્યાં છે એટલે ભાજપને પટેલ વોટ બેન્કના આધારે ચૂંટણી જીતવી સહેલી રહી છે. પણ મતોની ટકાવારીના આધારે 47 ટકાથી 49 ટકા વચ્ચે રહી છે, જ્યારે કોંગ્રેસે પોતાની વોટબેન્ક જાળવી રાખી છે. કોંગ્રેસના 38 ટકાથી 39 ટકા વોટ રહે છે. 2012માં ગુજરાતમાં સૌથી વિક્રમજનક 72 ટકા વોટિંગ થયું, ત્યારે પણ વીનિંગ કેન્ડિડેટમાંથી મોટા ભાગના ઉમેદવારો 42 ટકાથી વધારે વોટ લાવ્યા છે, એ જ જીત્યા છે.
ચૂંટણીમાં પટેલોની નારાજગી ભાજપ માટે સો ટકા ચિંતાનો વિષય છે. તો ઓબીસી અને દલિતોની નારાજગી કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ભલે કોંગ્રેસના સૂપડાં સાફ કર્યા હોય, પણ 2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ સારો રહ્યો હતો પણ ફરી એક વાર 2021માં કોંગ્રેસના સૂપડા સાફ થયા અને આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો.
પટેલની સાથે સાથે ઓબીસી વોટ બેન્કનું કોકટેલ આ ચૂંટણીમાં જીતનું નવું સમીકરણ બની રહ્યું છે. પટેલની સાથે સાથે ઓબીસી વોટ બેન્કનું કોકટેલ આ ચૂંટણીમાં જીતનું નવું સમીકરણ બની રહ્યું છે.આ ઉપરાંત એસસી અને એસટીની 40 સીટ અત્યંત મહત્વની છે.
કોંગ્રેસની એ પરંપરાગત વોટ બેન્કમાં ભાજપે છેલ્લા કેટલાક સમયથી ગાબડું તો પાડ્યું જ છે, પરંતુ બંને જણાએ પ્રથમ તબક્કામાં આવતી એસટીની 14 સીટ પર અને એસસીની આઠ સીટ પર ઉમેદવારો મૂક્યા છે.
એન્ટી-ઇન્કમ્બન્સીના કારણે ભાજપે વિજય રુપાણીને બદલ્યા અને મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલને સત્તાની ચાવી સોંપી છે. કોંગ્રેસને દેખાય છે કે, ગુજરાતમાં પટેલો હવે માત્ર ખેતી પર આધારિત નથી રહ્યા. ધીમેધીમે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને મિડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ તથા અન્ય નાના-મોટા વેપારમાં આવ્યા છે, અને પરંપરાગત ખેતી તો છે જ છે.
નોટબંધી અને જીએસટી અને કોરોનાથી ઊભી થયેલી સમસ્યા નડી છે. એમની આળી થયેલી લાગણીનો લાભ લેવા કોંગ્રેસ પહેલી વખત સોફ્ટ હિંદુત્વ સાથે પટેલ કેન્દ્રિત થઈ છે. પટેલ કેન્દ્રિત થયેલી કોંગ્રેસની પરંપરાગત એસસી અને એસટી વોટ બેન્ક પહેલેથી જ ગરીબ છે. એને એની કોઈ અસર પડી નથી. પણ પટેલ અનામતની વાત ક્યાંક કોંગ્રેસ માટે પટેલ કેન્દ્રિત થવાનું મુશ્કેલ બનાવી શકે છે, ત્યારે જીએસટી, નોટબંધી અને કોરોનાનું ફેક્ટર ક્યાં કેટલું અસર કરશે તે કહેવું મુશ્કેલ છે.