તમને એ ખ્યાલ હશે કે વજન વધવું, સ્તન નરમ થવા એ બર્થ કંટ્રોલ પિલ્સ એટલે કે ગર્ભનિરોધક ગોળીઓની કેટલીક આડઅસરો સમય થતાં જતી રહે છે. પણ કેટલીક તેમની તેમજ રહે છે અને તેના કારણે જીવને જોખમમાં મુકનારી કેટલીક ગંભીર સ્થિતિ પણ સર્જાઇ શકે છે.
ચિંતા ના કરો મોટા ભાગની સ્ત્રીઓનેે ગર્ભનિરોધકથી કોઇ જ સમસ્યા નથી હોતી. પણ તમારે એ જાણવું જરૂરી છે કે ગર્ભનિરોધકની કેટલીક આડઅસરો સામાન્ય નથી હોતી અને તેને તમારે અવગણવી જોઇએ નહી. જો તમારા મનમાં કોઇપણ જાતનો પ્રશ્ન ઉભો થાય તો તમારે તરત જ તમારા ડોક્ટર સાથે તે વિષે વાત કરવી જોઇએ. ગર્ભનિરોધ ગોળીઓ લેવાથી તમારી તબિયત ન બગડવી જોઇએ અને તમે અસ્વસ્થ પણ ન થવા જોઇએ. તમારી પાસે ઘણા બધા વિકલ્પો છે. તમને તમારા ડોક્ટર તે માટે ગોળીની બ્રાન્ડ બદલવા કે અન્ય કોઇ રીતે અપનાવવા માટે મદદ કરશે કે જે તમારા માટે અનુકુળ રહે.
તમે બીજા કોઇ પ્રકારનું કોન્ટ્રાસેપ્શન ચાલું કરો તે પહેલાં તમારી ગર્ભનિરોધક ગોળીઓ લેવાનું બંધ ન કરતાં. નહીંતર તમે તમારી જાતને પ્રેગ્નન્સીના જોખમમાં મુકી દેશો.