સામાન્ય ચંપલ જેવી વસ્તુને પણ જો ઈસા મસીહના આશીર્વાદ મળે તો તે મિનિટોમાં વેચાઈ શકે છે. નાઈકીના પવિત્ર પાણી ભરેલા લિમિટેડ એડિશન શૂઝ ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગયા હતા. તે શૂઝની કિંમત 3,000 અમેરિકી ડોલર એટલે કે 2,13,139 રૂપિયા રાખવામાં આવી હતી અને થોડી વારમાં જ તેનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. નાઈકીના સફેદ રંગના એર મેક્સ 97 શૂઝ જેને ‘જિસસ શૂઝ’ નામ આપવામાં આવેલું તેને બુ્રકલિનના ક્રિએટીવ લેબલ એમએસસીએચએફ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.
આ શૂઝના સોલમાં જોર્ડન નદીના પવિત્ર પાણીને ભરવામાં આવેલું છે. માત્ર નદીનું પાણી ભરેલું હોવાથી જ શૂઝની કિંમત વધારે નથી પરંતુ તેના પર બાઈબલની આયાત મૈથ્યુ 14:25 પણ લખેલી છે. બાઈબલના તે પેસેજમાં જ જીસસ પાણી ઉપર ચાલેલા તે દર્શાવેલું છે. આ ઉપરાંત શૂઝના કિનારે જિસસના લોહીના પ્રતીક તરીકે લાલ રંગનું એક ટીપું પણ દર્શાવેલું છે. ‘જિસસ શૂઝ’માં બીજી પણ અનેક ધાર્મિક વિશેષતાઓ છે. તેની લેસમાં ક્રૂસિફિક્સ લગાવવામાં આવેલું છે અને શૂઝના સોલ લાલ રંગના છે.
નોંધનીય છે કે, પોપ પારંપરિક રીતે લાલ રંગના ચંપલ જ પહેરે છે. શૂઝના બોક્સને પણ ધાર્મિક ટચ આપવામાં આવેલો છે. બોક્સ પર એક દૂત બનાવવામાં આવ્યો છે અને એક સીલ પણ લગાવવામાં આવ્યું છે જે પોપની સત્તાવાર પૈપલ સીલ સાથે સુસંગત છે. હેડ ઓફ કોમર્સ ડેનિયલ ગ્રીનબર્ગના કહેવા પ્રમાણે તેમણે આ કોન્સેપ્ટની એક ડઝન કરતાં પણ ઓછી જોડ તૈયાર કરી હતી અને ભવિષ્યમાં આ કોન્સેપ્ટ પર વધારે શૂઝ બનાવવાની કોઈ યોજના નથી. પરંતુ બ્રાંડના સંસૃથાપક ગ્રૈબિયન વેલેએ ભવિષ્યમાં શૂઝની બીજી આવૃત્તિ અંગે ઈશારો કર્યો હતો.