સદીઓથી મનુષ્ય તેના ભવિષ્ય વિશે જાણવા માટે આતુર છે તેમણે સ્વયંને સંતોષવા માટે અને ભવિષ્યની ઘટનાઓમાં શોધી કાઢવા માટે ફલિત જ્યોતિષના આધારે વિવિધ શાખાઓનું નિર્માણ કર્યું હતું જેમ કે જ્યોતિષ, હસ્તરેખા શાસ્ત્ર અને અંક જ્યોતિષ જ્ઞાન.હસ્ત રેખા જ્ઞાન વિજ્ઞાનની એક પ્રાચીન શાખા છે. જે હાથની રેખાઓના આધારે વ્યક્તિનું પાત્ર અને તેના ભવિષ્યનું મૂલ્યાંકન કરે છે
તેનો અભ્યાસ કોઈપણ સંસ્કૃતિ, ક્ષેત્ર અને ધર્મ સુધી મર્યાદિત નથી. તે વિશ્વવ્યાપી વિવિધ સાંસ્કૃતિક વિવિધતાઓ સાથે મળી આવે છે. હાથની રેખાઓથી ન માત્ર મનુષ્યના પાત્ર અને સ્વભાવ વિશે જાણી શકાય છે, પણ માણસના ભવિષ્ય વિશે પણ માહિતી અાપે છે. અાવનારા ભવિષ્યમાં તમારી સાથે શું થશે તે પણ હથેળી પરથી જાણી શકાય છે.
તમારી જીદગીના તમામ પાસાઓ વિશે હસ્ત રેખા વિજ્ઞાનથી ઘણી માહિતી મળે છે. એવું માનવામાં આવે છે કે હસ્ત રેખા શાસ્ત્રનો ભારતમાં જન્મ થયો હતો અને અહીંથી આ વિદ્યા ચીન, તિબેટ, મિશ્ર, ઇરાન અને યુરોપ પહોંચી છે.
ગ્રીક જ્યોતિષ-ગ્રીસના વિદ્વાન એનેક્સાગોરસે તેમના સમયના હસ્ત રેખા વિજ્ઞાનનો ગહન અભ્યાસ કર્યો અને સાધુ-સંતો સાથે પોતાના જ્ઞાનને વહેંચ્યું. મહાન ફિલોસોફર અરસ્તુએ વિદ્યાથી સિકંદર મહાનને પરિચિત કરાવ્યો. કહેવામાં આવે છે કે સિકંદરને હસ્તરેખા વિજ્ઞાનમાં ખૂબ રસ હતો અને તેમણે તેમના અધિકારીઓના ચારિત્ર્યનું મૂલ્યાંકન કર્યું હતું તેમની હસ્તરેખા જોવાનું શરૂ કર્યું હતું.
જોકે આ બાબતનું સ્પષ્ટ પ્રમાણ અસ્તિત્વમાં નથી પરંતુ કેટલાક લોકો કહે છે કે સિકંદરે તેમના હાથની રેખાઓનો ગહન અભ્યાસ કર્યો છે અને તે જ હિસબથી તેની જીંદગીની વ્યૂહ રચનાઓ તૈયાર કરી હતી.
જો હથેળી પર અક્ષર x હોય તો તેનો અર્થ- મિશ્ર વિદ્વાનોનું માનવું છે કે સિકંદરની હથેળીઓ પર આ યુનિક નિશાની હતી જે વિશ્વના બહુ ઓછા લોકોની હથેળીઓ પર મળી આવે છે.એક અંદાજ અનુસાર, વિશ્વની કુલ વસતિના માત્ર 3% લોકોની હથેળીઓ પર આ યુનિક નિશાની મળે છે.સિકંદર સહિત વિશ્વના અનેક મહાન નેતાઓને પણ આ ચિહ્ન છે અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનના હાથ પર પણ આ ચિહ્ન છે.
જો હાલની વાત કરવામાં અાવેતો રશિયાના રાષ્ટ્રપતિ લ્હાદીમીર પુતિનના હાથમાં પણ ક્રોસનું ચિહ્ન છે. આ બાબતથી તમને અંદાજ અાવી જશે કે આ ચિહ્ન ધરાવતા લોકો કેટલા પ્રભાવશાળી અને ભાગ્યશાળી હોય છે.
કેવો હોય છે સ્વભાવ-અા લોકોની છઠ્ઠી ઈન્દ્રીય બહુ કામ કરે છે તેઓ કોઈ પણ જાતના ખતરાને માપી લે છે, છેતરપીંડિ અને વિશ્વાસઘાતને લગતી બાબતોતે જાણી લે છે.