શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે લગ્નના દિવસે નવવધુએ બાળકને જન્મ આપ્યો, સાંભળવામાં નવાઇભર્યું લાગતુ હશે પણ આ હકીકત છે. ડેનિયલ લગ્નના દિવસે આવી ઘટના ઘટશે તેવુ કોઇએ વિચાર્યુ નહોતું. પરંતુ જયારે ‘વેડિંગ કિસ’નો સમય આવતા નવવધુને લેબર દુખાવો શરૂ થઇ ગયો.
બીજી છોકરીઓની જેમ ડેનિયલ પણ પોતાના લગ્ન માટે ખુબજ ખુશ હતી. ભાવિ પતિ એટલે કે 25 વર્ષના આરુનના બાળકની માતા બનવાની હતી.
આ એક સંજોગ જ હતો કે પોતાના લગ્નના દિવસે ડેનિયલ પૂરા 9 મહિનાની ગર્ભ ધરાવતી હતી. લગ્નના થોડા દિવસો પહેલા ક્યારેક તેને પેટમાં દુખાવો થતો અને પાછો ઠીક થઇ જતો.
સૂત્રો અનુસાર તેનો પેટ એટલો વધી ગયો હતો કે ડેનિયલને જોઇને લોકો કહેતા હતા કે લગ્ન દરમ્યાન જ બાળક જન્મી ન જાય. તેને વારંવારં પેટમાં દુખતું હતું પરંતુ લગ્નને જીવનનો ખાસ ભાગ માનતા ડેનિયલ કેમેરા સામે હસી રહી હતી. થોડીજ વારમાં લગ્નના બધા રિતરીવાજ પુર્ણ થયા અને પાદરીએ ડેનિયલ અને આરુનને કિસ કરવાનું કહ્યું. જયારે તેમણે વેડિંગ કિસ કરી ત્યારે જ ડેનિયલને ખુબજ લેબર દુખાવો શરૂ થયો.પછી શું ડેનિયલને હોસ્પિટલ ખસેડવામાં આવી. લગ્ન બાદ ડેનિયલએ બાળકને જન્મ આપ્યો અને તે વળી સાંજની પાર્ટીમાં બાળકને સાથે લઇ આવી. વેડિંગ કિસ બાદ ડેનિયલને પણ ખબર ન હતી કે લગ્નના વેડિંગ કિસ પછી તે બાળકને જન્મ આપશે.