દુનિયામાં ઘણાં લોકો તેમના અલગ અલગ કામોથી વિશ્વને ચૌકાવી દે છે પરંતુ સાથે સાથે તેઓનું અા કાર્ય એક નવું ઉદાહરણ બની જાય છે.આ જ ઉદાહરણ એક દંપતિ દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે જેણે અનોખા લગ્ન કર્યાં અને ચર્ચાનો વિષય બની ગયા.આ દંપતિએ વિશ્વના સૌથી ઉચા શિખર પર લગ્ન કર્યા છે.
ફિનલેન્ડમાં રહેતા બિજનસ્વામન હાઈડી તુરુનેન અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટોમ રેન, Mount Everest’s base campમાં લગ્ન માટે પસંદ કર્યા હતા.ભયંકર ઠંડી અને ઊંચાઇએ પહોંચવા અનેક મુશ્કેલીઓ સામે આ દંપતિએ સમુદ્ર સપાટીથી 5380 મીટરની ઉંચાઈ પર પહોંચીને છે અને તેમના લગ્નનું સ્વપ્ન પૂરું કર્યુ છે અને સમગ્ર જીવન દરમિયાન તેમની સાથે રહેવાનું વચન આપ્યું છે.
બંનેએ કહ્યું હતું કે વાસ્તવમાં તેઓ સૌ પ્રથમ 6543 પર સ્થિત કાળા પથ્થરની એક જગ્યાએ જવા ઇચ્છતા હતા, પરંતુ ઠંડી અને ખરાબ હવામાનને કારણે, તેમને થોડી અોછી ઊંચાઇએ લગ્ન કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.
એવરેસ્ટના ટ્રેક પર આવતા અન્ય પર્વતારોહીઓ પણ ત્યાં હતા જેમણે હાઇદી અને ટોમના લગ્નમાં મહેમાન ગતી માણી હતી.અને અા યાદગાર પળોના સાક્ષી બન્યા હતા.