મોંઘવારીએ માજા મુકી છે, કુદકે અને ભુસકે દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. મોંઘવારીની વધુ અેક લપડાક લોકોને પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાનો સામનો કરવો પડશે.પેટ્રોલ અને ડીઝલના આસમાનને આંબતા ભાવને પગલે આમ લોકોને પરેશાની વેઠવી પડી રહી છે.
કાચા તેલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે તેલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે જનતાને થોડી રાહત દેવા માટે ડીઝલ અને પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો કાપ મૂક્યો છે. ઓક્ટોબરમાં સરકારે પેટ્રોલિયમ કંપનીઓને એલપીજીની ભાવમાં માસિક ધોરણે કરાતો વધારો બંધ કરવાના નિર્દેશ આપ્યા હતા. આ વધારો એલપીજી સિલિન્ડરમાં અપાતી સબસીડીને સમાપ્ત કરવા માટે આપવામાં આવી રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ધોરણે નક્કી થાય છે, તેમાં રોજ વધધટ કરવામાં આવે છે.મળનારા સંકેતો મુજબ થોડા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.