નવી દિલ્હી : પેટ્રોલિયમ કંપનીઓ ડીઝલની કિંમતમાં સતત વધારો કરી રહી છે. 20 જુલાઈ, સોમવારે એટલે કે આજે પણ ડીઝલની કિંમતમાં લિટર દીઠ 12 પૈસાનો વધારો થયો છે, જેના કારણે દિલ્હીમાં ડીઝલ વધીને 81.64 રૂપિયા થઈ ગયું છે. જોકે, પેટ્રોલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
કયા શહેરમાં કેટલો દર
ઇન્ડિયન ઓઇલ (આઈઓસી) ના જણાવ્યા અનુસાર આ વધારા પછી દિલ્હીમાં ડીઝલ 81.64 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. જ્યારે પેટ્રોલ 80.43 રૂપિયા પ્રતિ લિટર છે. એ જ રીતે, મુંબઇમાં પેટ્રોલ 87.19 અને ડીઝલ 79.83 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 83.63 અને ડીઝલ 78.60 રૂપિયા, કોલકાતામાં પેટ્રોલ 82.10 અને ડીઝલ. 76.77 રૂપિયા અને નોઇડામાં પેટ્રોલ 81.08 અને ડીઝલ રૂ. 73.56 રૂપિયા લીટર છે.