હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની 68 બેઠકો માટે મતદાન પ્રક્રિયા સવારે 8 કલાકથી શરૂ થઈ ગઈ છે. લોકો મતદાન માટે વહેલી સવારથી જ પોલિંગ બુથ પર ઉમટી પડ્યા છે. પ્રથમ બે કલાક દરમિયાન વોટિંગને લઈ મતદારોનો વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પ્રેમ કુમાર ધૂમલે ભોરંજમાં મતદાન કરતાં પહેલા કહ્યું કે, અમે 50થી વધુ સીટ મેળવવાનો ટાર્ગેટ રાખ્યો હતો. પરંતુ સમાજના તમામ વર્ગોથી મળેલા સપોર્ટના કારણે અમે 60થી વધુ બેઠકો મેળવીશું.
પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. 68 બેઠક માટે 7,521 પોલિંગ સ્ટેશન છે. 2012માં 7,725 પોલિંગ સ્ટેશન હતા.પોલિંગ બૂથ પર 200 વ્હીલચેર હશે. દિવ્યાંગો માટે રેમ્પ બનાવવામાં આવશે. દિવ્યાંગો માટે તમામ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર રાખવાની કોશિશ રહેશે.136 બૂથને સંપૂર્ણ રીતે મહિલાઓ મેનેજ કરશે. કેન્ડિડેટના ખર્ચની સીમા 28 લાખ રૂપિયા હશે.