ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ ચરણના મતદાનને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ અભૂતપૂર્વક ઉત્સાહ મતદારોમાં દેખાઇ રહ્યો છે. બીજા તબક્કાની ચુંટણીના મતદાનની વિગત નીચે મુજબ છે.
– પ્રથમ રાઉન્ડમાં મતદાનબાદ બીજા તબક્કાના મતદાનને લઇને તમામ તૈયારી પૂર્ણ
– મતદાનને લઇ તમામ તૈયારી પૂર્ણ કરાઇ જેના ભાગરૂપે સુરક્ષા દળોએ મોરચા સંભાળી લીધા
– અમદાવાદ શહેરની 16 અને વડોદરા શહેરની પાંચ સીટ પર મતદાનને લઇને તમામ તૈયારી પૂર્ણ
– બીજા તબક્કામાં 1.15 કરોડ અને 1.07 કરોડ મહિલા મતદારો મેદાનમાં છે.
– બાવન રાજકીય પક્ષોના નેતાઓ મેદાનમાં ઉતરે છે.
– ભાજપે તમામ 93 સીટ પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ 91 સીટ પર પોતાના ઉમમેદવારો ઉભા રાખ્યા છે.
– બીજા તબક્કાના મતદાનમાં નરેન્દ્ર મોદીના મણિનગર અમિત શાહના નારણપુર અને આનંદી બેન પટેલની વિધાનસભા સીટ પણ સામેલ છે.
– પ્રથમ તબક્કાની જેમ જ બીજા તબક્કામાં પણ ભાજપ અને કોંગ્રેસ તરફથી તમામ દિગ્ગજો મેદાનમાં આવ્યા હતા. જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસનાા પ્રમુખ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે.