ઇઝરાયલના PM બેન્જામિન નેતાન્યાહૂએ પીએમ મોદીને ભેટમાં એક સુપર જીપ આપી છે. ઇઝરાયેલની ‘પાણીદાર’ ભેટ
દરિયાઈ પાણીને મીઠું બનાવતી કાર.સરહદે જવાનોને મળશે મીઠું પાણી. પાણી માટે હવે જવાનોને નહીં થવું પડે હેરાન.બનાસકાંઠાના નડાબેટમાં રખાશે કાર
ઇઝરાયેલથી ખાસ એન્જીનિયર્સ આવ્યાં. આ જીપનું નામ ગેલ મોબાઇલ વોટર ડીસેલિનેસેશન એન્ડ પ્યોરિફિકેશન જીપ છે. જીપની ખાસિયતો છે કે આ જીપ દરિયાના પાણીના પ્યોરિફિકેશન ટેકનોલોજીથી લેસ છે. આ દરિયાના પાણીને પ્યોરિફાઇ કરીને એને પીવા લાયક બનાવે છે. આ સ્પેશિયલ જીપની કિંમત આશરે 72 લાખ રૂપિયા છે. પ્રધાનમંત્રી મોદીએ પોતાની ઇઝરાયલ મુલાકાત દરમિયાન ઓલ્ગા બીચમાં આ જીપને જોઇ હતી. ગેલ-મોબાઇલ એક ઇન્ડીપેન્ડેન્ટ, ઇન્ડીગ્રેટેડ વોટર પ્યોરિફિકેશન વ્હીકલ છે.
નોંધનીય છે કે આ ગિફ્ટ એ સમયથી ચર્ચામાં હતી, જ્યારે પ્રધાનમંત્રી મોદી ઇઝરાયલની મુલાકાતે ગયા હતા ત્યારે એમને આ જીપમાં સવારી કરી હતી અને હવે ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ આ જીપ PM મોદીને ભેટ આપી છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.