તમે લોકોને પાણીથી, ગાય અથવા ભેંસના દૂધથી નહાતા તો જોયા અને સાંભળ્યા હશે, પરંતુ શું તમને ખબર છે કે એક એવી છે રાણી હતી, જે ગધેડીઓના દૂધથી નહાતી હતી. તેના માટે તે દરરોજ ગધેડીનું દૂધ મંગાવતી હતી. પરંતુ એ એવું કેમ કરતી હતી, તેની પાછળ મોટું રહસ્ય છુપાયેલું છે. જે જાણીને તમારા હોશ ઉડી જશે. તે રાણીનું નામ ક્લિયોપેટ્રા હતું અને તે મિસ્રની શાસક હતી.
કહેવાય છે કે ક્લિયોપેટ્રાએ 51 ઈસા પૂર્વથી 30 ઈસા પૂર્વ સુધી મિસ્ર પર શાસન કર્યું હતું. તે સમયે ક્લિયોપેટ્રાને દુનિયાની સૌથી અમીર અને ખુબસૂરત મહિલા માનવામાં આવતી હતી. કહેવાય છે કે આ રાણી એટલી ખૂબસૂરત હતી કે રાજાઓ અને સૈન્ય અધિકારિઓને તેની સુંદરતાના જાળમાં ફસાવીને તેના બધા કામ કરાવી લેતી હતી. તેના સૈંકડો પુરુષો સાથે શારીરિક સંબંધ હતા.સાથે તેને દુનિયાની 5 ભાષાઓનું પણ જ્ઞાન હતું. આજ કારણ હતું કે તે જલદી જ બીજા સાથે જોડાઈ જતી હતી અને તેના બધા રાઝ જાણી લેતી હતી. ક્લિયોપેટ્રા ખૂબસૂરત દેખાય તે માટે રોજ 700 ગધેડીનું દૂધ મંગાવતી હતી અને તેનાથી નહાતી હતી, જેનાથી તેની ત્વચા હંમેશાં ખૂબસૂરત રહેતી હતી. તાજેતરમાં એક શોધમાં એ વાત સાબિત થઈ હતી. તુર્કિમાં એક અધ્યયન અનુસાર એક શોધ દરમિયાન જ્યારે ઉંદરને ગાય અને ગધેડીનું દૂધ પીવડાવામાં આવ્યું તો ગાયનું દૂધ પીનારા ઉંદર વધારે જાડા થઈ ગયા.
તેનાથી એ સાબિત થાય છે કે ગધેડાના દૂધમાં ગાયના દૂધ કરતા ઓછી ચરબી હોય છે. જે બધી રીતે સારું હોય છે. આ રાણીનું મૃત્યુ 39 વર્ષની ઉંમરમાં જ થઈ ગયું હતું, પરંતુ તેનું મૃત્યુ કઈ રીતે થયું તે હજુ સુધી રહસ્ય અકબંધ છે. કેટલાક લોકોનું કહેવું છે કે સાંપને કરડાવીને આત્મહત્યા કરી લીધી હતી, ત્યારે કેટલાક લોકો કહે છે કે માદક પદાર્થથી થઈ હતી.