રાજસ્થાન રોયલ્સે જોશ બટલરના અણનમ ૯૪ રનની મદદથી ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે પરાજય આપી પ્લેઓફ માટે પોતાની દાવેદારી મજબૂત કરી હતી જ્યારે આ હારને કારણે મુંબઈની પ્લેઓફમાં પ્રવેશવાની આશા ધૂંધળી બની ગઈ છે. મુંબઈના ૧૨ મેચમાં ૧૦ પોઇન્ટ છે અને તે પોતાની બાકીની બંને મેચ જીતે તો પણ ૧૪ પોઇન્ટ થાય. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરના અંતે છ વિકેટ ગુમાવી ૧૬૮ રન બનાવ્યા હતા. ૧૬૯ રનના લક્ષ્યાંક સામે નવ રનના સ્કોરે ડાર્શી શોર્ટની વિકેટ ગુમાવ્યા બાદ જોશ બટલરે રહાણે સાથે ૯૫ રન અને સેમસન સાથે ૬૧ રનની ભાગીદારી નોંધાવી ૧૮મી ઓવરમાં વિજય અપાવ્યો હતો. બટલરની આ સતત પાંચમી અર્ધી સદી હતી અને તેણે કોહલીના રેકોર્ડની બરાબરી કરી હતી.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.