શાહપુરમાં ધારાસભ્ય ગ્યાસુદીન શેખ સામે છેલ્લાં કેટલાક સમયથી ઉગ્ર વિરોધ ઉભો થયો છે. રાજુ મોમીન અને રાજુ બ્રહ્મભટ્ટ બને ગ્યાસુદીન કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં ભાજપની કામગીરી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે એટલુંજ નહીં પ્રદેશ કોંગ્રેસ કચેરીએ ટેકેદારો સાથે ગ્યાસુદીનના વિરોધમાં રજુઆત કરી તેને વિધાન સભાની ચૂંટણીમાં ટિકિટ ન આપવાની રજૂઆત કરી છે.
અગાઉ આ ત્રિપુટી એક સાથે જ હતી પરંતુ કોઈક બાબતે વાંધો પડતા આ બને જણા સાથે મળી ગયા હતા ગ્યાસુદીનનો વિરોધ કરી રહ્યા છે આ વખતે ગ્યાસુદીનને કોંગ્રેસની ટિકિટ મળવી મુશ્કેલ છે. જો ટિકિટ મળેતો ચૂંટણી જીતવી અઘરી છે તેવા સંજોગોમાં રાજુ મોમીને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા નવો વિવાદ થયો છે રાજુ મોમીનને કોંગ્રેસ તરફથી શિસ્તભંગની નોટિસ મળે તેવી શક્યતા છે.